MORBI:મોરબીના ખેલૈયાઓ માટે ખુશખબર: પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે ‘બાય બાય નવરાત્રી’ બોલિવૂડ નાઈટની ધમાકેદાર ઉજવણી; કીર્તિ સાગઠિયા જમાવશે રંગ

MORBI:મોરબીના ખેલૈયાઓ માટે ખુશખબર: પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે ‘બાય બાય નવરાત્રી’ બોલિવૂડ નાઈટની ધમાકેદાર ઉજવણી; કીર્તિ સાગઠિયા જમાવશે રંગ

મોરબી:નવરાત્રીના ઉત્સવને યાદગાર બનાવવા માટે મોરબીના જાણીતા સેવાભાવી અગ્રણી અજય લોરિયા તથા ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રીમાં આજે ખેલૈયાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીની પૂર્ણાહુતિ નિમિત્તે આજે સ્પેશિયલ ‘બોલિવૂડ નાઈટ – Bye Bye નવરાત્રી’ મહોત્સવ યોજાશે.

આજની આ ભવ્ય સાંજને વધુ સંગીતમય અને ઉત્સાહવર્ધક બનાવવા માટે જાણીતા બોલિવૂડ સિંગર કીર્તિ સાગઠિયા ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ પોતાના લોકપ્રિય અને ઉત્સાહી ગીતોની રમઝટ બોલાવી મોરબીના ખેલૈયાઓને મન મૂકીને ઝૂમવા માટે મજબૂર કરશે.

આયોજકો તરફથી મોરબીના તમામ ગરબાપ્રેમીઓ અને ખેલૈયાઓને આ સંગીતમય સાંજનો આનંદ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત:તારીખ: ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ (આજે) સ્થળ: રામેશ્વર ફાર્મ, રવાપર, મોરબી મહત્વપૂર્ણ નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટેની ટિકિટ સ્થળ પર આવેલી ટિકિટ બારી પરથી જ સરળતાથી ઉપલબ્ધ થશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો