મુકેશ પરમાર,,, નસવાડી

નસવાડી તાલુકાના રાયપુર ખાતે 44 ગામોને આવરી લેતો 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગ્રામજનોને સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહ તડવી, નસવાડી મામલતદાર વિરાજસિંહ સીસોદિયા, તાલુકા વિકાસ અધિકારી હરીશ કુમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાયસિંગભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, APMC ડિરેક્ટર ગોપાલસિંહ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપભાઈ ભીલ, જિલ્લા આદિવાસી મોરચાના મંત્રી તથા મીડિયા સેલ સહ કન્વીનર મહેશભાઈ ભીલ અને અલેકશ તડવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમમાં આવક-જાતિ-રહેઠાણના પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, આયુષ્માન ભારત યોજના, આધાર સંબંધિત સેવાઓ, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય, વિધવા સહાય, આવાસ યોજના, આરોગ્ય સેવાઓ, કૃષિ અને પશુપાલન સંબંધિત યોજનાઓ, વિવિધ સરકારી પ્રમાણપત્રો તેમજ અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા અરજદારોને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાત્ર લાભાર્થીઓની અરજીઓનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
44 ગામોના ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા હેતુથી યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમને સ્થાનિક લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.











