MORBI:મોરબી નવી ટીંબડીના પાટિયા પાસે બાવળોની ઝાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું

MORBI:મોરબી નવી ટીંબડીના પાટિયા પાસે બાવળોની ઝાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું

રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી

મોરબીમાં નવી ટીંબડીના પાટિયા નજીક આવેલા બાવળોની ઝાડીમાંથી એક નવજાત શિશુ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરે આશરે ૩:૦૦ વાગ્યાની આસપાસ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ મળ્યો હતો કે નવી ટીંબડીના પાટિયા પાસેથી અંદર આશરે ૧૦૦ મીટર દૂર બાવળોની ઝાડીમાં એક નવજાત બાળક પડેલું છે. માહિતી મળતાં જ ૧૦૮ની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી ગોવિંદભાઈ સોલંકીએ જણાવ્યું કે, મળી આવેલું બાળક આશરે ૫ થી ૬ દિવસનું નવજાત શિશુ (મેલ ચાઇલ્ડ/છોકરો) છે. બાવળોની ઝાડીઓમાં હોવાથી બાળકને કાંટા વાગ્યા હતા, પરંતુ તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. બાળકની સામાન્ય તબિયત સારી જણાઈ આવી છે.

૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક બાળકની પ્રાથમિક સારવાર કરી તેને વધુ તપાસ અને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે નવજાત શિશુના અજાણ્યા વાલી-વારસો સામે તપાસ હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો