બોટાદ પ્રવેશબંધી પૂરી થતાં જ રાજુ કરપડા કડદા કાંડના પીડિત ખેડૂતોની વહારે: હડદડમાં ભવ્ય આવકાર 

તા.05/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

બોટાદ જિલ્લાના હડદડ ગામે કપાસના ચર્ચિત ‘કડદા કાંડ’ સામે થયેલા ખેડૂત આંદોલનને એક વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો છે. આ આંદોલનમાં અગ્રેસર રહીને ચાર મહિના જેલવાસ ભોગવનાર ખેડૂત નેતા રાજુ કરપડા પર કોર્ટે જામીન આપતી વખતે ૬ મહિના માટે બોટાદ જિલ્લામાં પ્રવેશવા પર સખત બંધી લાદી હતી. આ સમયમર્યાદા પૂર્ણ થતાં જ રાજુભાઈ કરપડા સીધા હડદડ ગામના ખેડૂત પરિવારોની વચ્ચે પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારની પૂર્વ જાહેરાત કે આયોજન વિના અચાનક પહોંચેલા રાજુ કરપડાને જોઈને ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજુભાઈએ કડદા કાંડમાં ભોગ બનેલા અને પીડિત ખેડૂત પરિવારોના ઘરે ઘરે જઈ તેમની ખબર-અંતર પૂછ્યા હતા અને પરિવારજનોની સુખાકારી મેળવી હતી. ગામલોકો અને પીડિત પરિવારો સાથેની વાતચીત દરમિયાન રાજુ કરપડાએ સ્પષ્ટતા કરી હતી કે પક્ષ કે રાજકીય હોદ્દા ગમે તે બદલાય, પરંતુ ખેડૂતોના પ્રશ્નો અને તેમના અધિકારો માટે લડવાની તેમની નેમ આજે પણ અકબંધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ હંમેશાં ખેડૂતોના પડખે મક્કમતાથી ઊભા રહેશે. મુલાકાત દરમિયાન રાજુ કરપડાએ આંદોલન સમયની રાજનીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આંદોલન સમયે આમ આદમી પાર્ટીના નેતાઓએ મોટો જશ ખાટી લીધો હતો, પરંતુ આંદોલન પૂરું થયા બાદ કે લડાઈ પછી પીડિત ખેડૂતોની સ્થિતિ જાણવા માટે કોઈ જ નેતા અહીં મુલાકાતે આવ્યા નથી. નોંધનીય છે કે રાજુ કરપડાએ તાજેતરમાં ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. ભાજપમાં જોડાયા હોવા છતાં, પક્ષીય રાજકારણથી પર જઈને આ રીતે સીધા જ ખેડૂતોના ઘર સુધી પહોંચી તેમની વહારે આવવાના પગલાંની સમગ્ર બોટાદ પંથક અને રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો