MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ પર મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ જુગારીઓ ₹૮૮,૪૦૦ની રોકડ સાથે ઝડપાયા

MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ પર મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ જુગારીઓ ₹૮૮,૪૦૦ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર મોરબી સીટી એ ડીવીઝન પોલીસે લાલ આંખ કરી સફળ દરોડો પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ૬ ઈસમોને પત્તા ટીંચતા રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. ૮૮,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, રવાપર-ઘુનડા રોડ પર આવેલ સરદાર બંગલો સોસાયટી પાસેના એક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાલિક સહિત ૬ ઇસમો રોકડ રકમ સાથે જુગાર રમતા પકડાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓની યાદી:લલીતભાઇ ગંગારામભાઈ હાલપરા (રહે. પવનસુત એપાર્ટમેન્ટ બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી)

હિતેશભાઈ દામજીભાઈ શોભાસણા (રહે. ભગવતી ટ્વીન્સ, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી / મૂળ રહે. ઢાંક, તા. ઉપલેટા)

ચંદ્રકાંતભાઇ બાબુલાલ ગામી (રહે. સાંઇ એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી / મૂળ રહે. વીરપરડા, તા. મોરબી)

વીરેન્દ્રભાઇ ઉર્ફે વાસુભાઈ હરજીવનભાઈ વરસડા (રહે. ક્રાંતિજ્યોત સોસાયટી, મહેન્દ્રનગર ચોકડી, મોરબી)

રોહીતભાઈ ચતુરભાઈ હાલપરા (રહે. ભગવતી ટ્વીન્સ, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી / મૂળ રહે. નેકનામ, તા. ટંકારા)

કીરીટભાઈ ત્રિભોવનભાઇ લીખીયા (રહે. સાંઇ એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી / મૂળ રહે. આમરણ, તા. મોરબી)

પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૮૮,૪૦૦ની રોકડ રકમ જપ્ત કરી છે અને તમામ છ આરોપીઓ સામે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો