અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ધોધમાર વરસાદ ખાબક્યો, રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા,નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા – બે કાંઠે વહી નદીઓ
અરવલ્લી જીલ્લામાં ગુરુવારે રાત્રીથી શુક્રવારે સવાર સુધી ભારે વરસાદ ખાબક્યો હતો જેને લીધે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા વૈડી ડેમ અને માઝુમ ડેમમાં પાણીની આવક થઈ હતી માઝુમ ડેમમાં પાણીની આવક અચાનક વધતા તંત્રએ નીચાણ વાળા વિસ્તારોમાં સતર્ક રહેવા તાકીદ કરી હતી માઝૂમ અને મેશ્વો નદી બે કાંઠે વહેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા મેઘમહેરથી વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી

અરવલ્લી જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો મેઘરજ તાલુકામાં 3 ઇંચ, મોડાસા તાલુકામાં 2.5 ઇંચ, બાયડમાં 2 ઇંચ તેમજ અન્ય વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો મોડાસા શહેરમાં ગત રાત્રીથી શુક્રવાર સવાર સુધી 2.5 ઇંચ વરસાદના પગલે શહેરના રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા ટીંટોઈ ગામમાં ડુંગરનુ પાણી ગામમાં પ્રવેશતા રોડ પર નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો રેલવે લાઈન પર આવેલા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા કલાકો સુધી લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો










