MORBI:મોરબીના જેતપર ગામે પૂતળાદહન મામલે 21 સામે ગુનો: વાયરલ વીડિયોના આધારે તાલુકા પોલીસની કડક કાર્યવાહી

મોરબી તાલુકાના જેતપર ગામમાં ખેડૂત આંદોલન દરમિયાન પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળાદહન મામલે મોરબી તાલુકા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના આધારે તપાસ હાથ ધરી પોલીસે ગેરકાયદે મંડળી રચી હિંસક પ્રદર્શન કરવા બદલ 21 નામજોગ વ્યક્તિઓ તથા અન્ય આયોજકો સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, 17 સપ્ટેમ્બરના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વોટ્સએપ પર એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જેતપર ગામના મુખ્ય ચોકમાં વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદે ડોમ ઊભો કરી, જાહેર માર્ગ બ્લોક કરીને પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ લાકડાના ધોકા વડે પૂતળાને ફટકારી જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી જાહેર સલામતી જોખમાય તેવું કૃત્ય કર્યું હતું.
પોલીસે જેતપર અને કુંભારિયા ગામના કુલ 21 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે:જેતપર (તા. મોરબી): નેહુલ ધીરજલાલ અમૃતિયા, રાજુભાઈ ભુદરભાઈ કંડીયા (પાવભાજી), લલીત ઉર્ફે ભોટીયો ચીકુભાઈ અઘારા, હર્ષદ ચતુરભાઈ અઘારા, દીપક નાથાભાઈ ઝાકાસણીયા, લાલજી ઘનશ્યામભાઈ ઝાકાસણીયા, કોકાભાઈ બચુભાઈ કંડીયા, અમીત બચુભાઈ કંડીયા, નરેશ બચુભાઈ અઘારા, નંદલાલ પ્રભુભાઈ અમૃતિયા, ગોવિંદ ધરમશીભાઈ અમૃતિયા, ચતુર છગનભાઈ અઘારા, હિરેન ચંદુભાઈ અઘારા, વિપુલ મગનભાઈ કંડીયા, ખુશાંગીબેન રાજેશભાઈ અઘારા, દર્શનાબેન ઉર્ફે ગુડીબેન હર્ષદભાઈ અઘારા, મિતલબેન વિપુલભાઈ કંડીયા, લાભુભાઈ અમરશીભાઈ વરસડા, જ્યોતિબેન નિકેતભાઈ પંચાસર.કુંભારીયા (તા. માળીયા મિયાણા): નીરૂભા પ્રમોદસિંહ જાડેજા, હીરજીભાઈ દેવજીભાઈ દેત્રોજા.આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 61(2), 126, 189(2), 192, 223, 285, 287, 352 ઉપરાંત જી.પી. એક્ટની કલમ 135 તથા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ સી. એસ. સોંદરવા ચલાવી રહ્યા છે.










