HALVAD:હળવદના ચરાડવા ગામે ઓઇલ મિલમાંથી થયેલી લાખોના જીરાની ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી LCBએ ૪ શખ્સોને રૂ. ૧૨.૭૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મિલના ગોડાઉનમાંથી થયેલી મોટી જીરા ચોરીનો ભેદ ઉકેલવામાં મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરી થયેલા જીરા તથા ગુનામાં વપરાયેલા વાહન સહિત કુલ રૂ. ૧૨.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ગોડાઉનમાંથી ૨૮૦ મણ જીરું ચોરાયું હતું ચરાડવા ગામની સીમમાં મોરબી હાઇવે પર આવેલી ભવાની ઓઇલ મિલના ગોડાઉનમાં ખેડૂત અને તેમના ચાર ભાઈઓની સંયુક્ત ખેતી ઉપજના ૧૦૨ બાચકા જીરું (આશરે ૨૮૦ મણ, કિંમત રૂ. ૧૦,૬૪,૦૦૦/-) રાખવામાં આવ્યા હતા. અજાણ્યા તસ્કરો આ ગોડાઉનમાંથી જીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બાતમીના આધારે LCBએ દબોચ્યા ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોરબી-ચરાડવા-હળવદ રોડ પર આવેલી ITI સામે, GEB સબ સ્ટેશન પાછળથી પોલીસે શંકાસ્પદ હિલચાલના આધારે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા:
સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી (રહે. મોરબી)સુનિલ મુકેશભાઈ સોલંકી (રહે. મોરબી)ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા (રહે. સરધાર, તા. જી. રાજકોટ)રાહુલ વિજયભાઈ દસડીયા (રહે. મોરબી) આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ—અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપુજક અને વાધજી દેવીપુજક હજુ ફરાર હોય, પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
કુલ રૂ. ૧૨.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:૯૨ બાચકા જીરું (૨૩૧ મણ) – કિંમત રૂ. ૮,૭૭,૮૦૦/-એક બોલેરો મેક્સી ટ્રક વાહન – કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/તાલપત્રી મોરબી એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હળવદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.












