WAKANER વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં શિવાલય શેલ્ટર હોમની મુલાકાત, ગણપતિ આરતી અને ફળ વિતરણ

વાંકાનેર ખાતે આવેલ *શિવાલય શેલ્ટર હોમ* ખાતે ગણપતિ મહોત્સવ અંતર્ગત ભક્તિ, સેવા અને આત્મીયતાથી ભરપૂર સુંદર પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે હિરેનભાઈ પારેખ (પૂર્વ જિલ્લા મંત્રી), શ્રી ચેતનભાઈ ગોસ્વામી (જિલ્લા ઉપાધ્યક્ષ), શ્રી રમેશભાઈ વોરા (નગરપાલિકા પ્રમુખ) તથા શ્રી અંકિત નાદાસિયા (નગરપાલિકા સભ્ય તથા ચેરમેન)* સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબ સહિત તમામ મહાનુભાવોએ શિવાલય શેલ્ટર હોમ ખાતે પધારી ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક આરતી કરી હતી. ત્યારબાદ આશ્રમના રહેવાસીઓ સાથે *અકસ્મિક અને આત્મીય મુલાકાત કરી હતી.
મહાનુભાવોની આ અચાનક મુલાકાતથી આશ્રમના રહેવાસીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ હતી.મહાનુભાવોએ રહેવાસીઓ સાથે હળવાશથી વાતચીત કરી તેમની લાગણીઓ જાણી હતી અને પ્રેમભરી હૂંફ આપી હતી. અચાનક મળેલા આ સ્નેહ અને આત્મીયતાથી આશ્રમના રહેવાસીઓ *ખૂબ જ રાજી થયા હતા અને તેમના ચહેરા પર ખુશીની સુંદર ઝલક જોવા મળી હતી

આ પ્રસંગે આશ્રમના રહેવાસીઓને *ફળનું વિતરણ* કરવામાં આવ્યું હતું. પ્રેમ અને લાગણીથી કરવામાં આવેલા આ ફળ વિતરણથી રહેવાસીઓમાં વધુ આનંદ છવાયો હતો. મહાનુભાવોએ પણ આશ્રમના રહેવાસીઓ સાથે આ ખુશીની ક્ષણો આત્મીયતાથી માણી હતી.કાર્યક્રમના અંતે *શિવાલય શેલ્ટર હોમ પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન* કરવામાં આવ્યું હતું. આશ્રમના રહેવાસીઓ પ્રત્યે દર્શાવેલા પ્રેમ, લાગણી, સહકાર અને સેવાભાવ બદલ તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર પ્રસંગે *ભક્તિ સાથે માનવતા, લોકસેવા સાથે સંવેદના અને અકસ્મિક મુલાકાત સાથે આત્મીયતાનો સુંદર સંગમ* જોવા મળ્યો હતો. મહાનુભાવોની આ અચાનક મુલાકાત શિવાલય શેલ્ટર હોમના રહેવાસીઓ માટે *ખુશીની અને હૂંફભરી યાદગાર ક્ષણ* બની રહી હતી.











