નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના લાખણી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિષેશ કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યું આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય કેશાજી ચૌહાણ તાલુકા આરોગ્ય અધિકારી લાખણી જિલ્લા તથા તાલુકા કક્ષાના પદાધિકારીઓ સરપંચ સુરેશકુમાર એ પટેલ લાખણી, તબીબી અધિકારીઓ, બાળરોગ નિષ્ણાત ડો. કેયુર ત્રિવેદી, સ્ત્રીરોગ નિષ્ણાત ડો. ચિરાગ મોઢ, સામુહિક આરોગ્ય કેન્દ્ર લાખણીના અધિકારી ઓ તથા કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન વિવિધ તબીબી સેવાઓ અને આરોગ્ય સુવિધાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને સગર્ભા બહેનો તથા બાળકોની નિષ્ણાત તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી કેમ્પ દરમિયાન થયેલ આરોગ્ય તપાસ- સગર્ભા બહેનોની તપાસ: કુલ 56 – બાળકોની તપાસ: કુલ 21- જનરલ OPD: કુલ 106
આ ઉપરાંત કેમ્પ દરમિયાન માનનીય ધારાસભ્ય તથા ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ તથા કામગીરીની જાણકારી મેળવવામાં આવી હતી વિવિધ વિભાગોની મુલાકાત સામુહિક આરોગ્ય કેન્દ્રના નીચે મુજબના વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી ગાયનેક વિભાગ બાળરોગ વિભાગ જનરલ OPD વિભાગ દંત વિભાગ એક્સ-રે વિભાગ લેબોરેટરી વિભાગ ડાયાલિસીસ વિભાગ
મ C.M.T.C. વિભાગ
મુલાકાત દરમિયાન વિવિધ વિભાગોમાં દર્દીઓને આપવામાં આવતી સેવાઓ, ઉપલબ્ધ સુવિધાઓ તથા આરોગ્યલક્ષી કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્વચ્છતા અભિયાન
કેમ્પના અંતમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવો, સમયસર આરોગ્ય તપાસ અને નિદાન સુનિશ્ચિત કરવું તથા જનભાગીદારી સાથે સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવાનો રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી લાખણી તેમજ સા.આ. કે અધિક્ષક લાખણી ના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર લાખણીના અધિકારીઓ, તબીબી અધિકારીઓ તથા સમગ્ર આરોગ્ય ટીમના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો










