કાલોલમાં ઈદે ગૌસિયાના જુલુસમાં યુવાનોનો અનેરો થનગનાટ: સાફા અને આકર્ષક વેશભૂષામાં સજ્જ નવયુવાનો બન્યા આકર્ષણનું કેન્દ્ર.

તારીખ ૨૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં ગૌસે આઝમ હઝરત શેખ સૈયદ અબ્દુલ કાદિર જીલાની (ર.હ.) ના પવિત્ર પર્વ જશ્ને ઈદે ગૌસિયા (ગ્યારમી શરીફ) ની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે  કાલોલ નુરાની ચોક ખાતે અઝીમ ફ્રેન્ડ સર્કલ દ્વારા આયોજીત કાદરી સમૂહ નિકાહ મા મોડી રાત્રે ખાનકાહે એહલે સુન્નતના વર્તમાન ગાદીપતિ હઝરત સૈયદ કારી અમીરુદ્દીન કાદરી બાબા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે દુઆ અને આશીર્વચન સાથે આ પ્રસંગે તેમણે કાદરી સમૂહ લગ્નોત્સવમાં નિકાહના બંધનમાં બંધાયેલા નવદંપતીઓને તેમજ અઝીમી ફ્રેન્ડ સર્કલના તમામ સભ્યોને દિલથી મુબારકબાદી પાઠવી હતી.પર્વ નિમિત્તે નૂરાની ચોક ખાતે અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા કાદરી લંગરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમિટીના સભ્યોએ મોડી રાત સુધી મોટી સંખ્યામાં આવેલા લોકોને નિયાઝનું વિતરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.આ દરમિયાન નગરમાં નીકળેલા જુલુસમાં મુસ્લિમ બિરાદરો અવનવા પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા. ખાસ કરીને અઝીમી ફ્રેન્ડ સર્કલના નવયુવાનો, નાના બાળકો અને ભૂલકાઓ માથા પર રંગબેરંગી સાફા અને આકર્ષક વેશભૂષામાં જોવા મળતા સમગ્ર જુલુસમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનોની એડિશનલ ડ્રેસ અને શાહી વેશભૂષાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણા લોકો આ યુવાનો સાથે ફોટો સેશન્સ અને સેલ્ફી લેતા નજરે પડ્યા હતા, જેના કારણે સમગ્ર નગરમાં ઉત્સવભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું હતું.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો