MORBI:મોરબી MRC નોટિસના મુદ્દા નં. 4 સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ; કલેક્ટરે 14 દિવસની મુદત આપવાની તૈયારી દર્શાવી

MORBI:મોરબી MRC નોટિસના મુદ્દા નં. 4 સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ; કલેક્ટરે 14 દિવસની મુદત આપવાની તૈયારી દર્શાવી

મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં રેવન્યુ તલાટી મારફતે પાઠવવામાં આવેલી માર્કેટ રેટ કમિટી (MRC) ની નોટિસને લઈને ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. નોટિસમાં દર્શાવેલી એક શરત સામે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને લેખિત વાંધા રજૂ કર્યા હતા, જેના પગલે કલેક્ટરે ખેડૂતોને વધારાનો સમય આપવાની તૈયારી દર્શાવી છે.

ગત ૨૩ તારીખે ખેડૂતોને પાઠવાયેલી નોટિસના મુદ્દા નંબર ૪ સામે ખેડૂતોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ નોટિસમાં ઉલ્લેખ કરાયો હતો કે, જો ખેડૂતો ૨૫ તારીખે કલેક્ટર કચેરી ખાતે યોજાનાર MRC ની બેઠકમાં હાજર નહીં રહે, તો વહીવટી તંત્ર જાતે વેલ્યુઅર નીમીને જમીનની કિંમત નક્કી કરી નાખશે. ખેડૂતોએ આ શરતને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને એક પ્રકારે ગર્ભિત ધમકી સમાન ગણાવી હતી.

ખેડૂત આગેવાનોનો આક્રોશ: “કાયદાકીય ખુલાસો કરો” – કલેક્ટર કચેરીએ એકઠા થયેલા ખેડૂત આગેવાનોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, પૂર્વ કૃષિ મંત્રી દ્વારા ૪-૭ ના પરિપત્ર મારફતે ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતોને પૂરતું પ્રતિનિધિત્વ મળશે અને ખેડૂત પોતાની જમીનનું મૂલ્ય નક્કી કરવામાં સામેલ રહેશે. વહીવટી તંત્ર ખેડૂતોની ગેરહાજરીમાં જમીનનું મૂલ્યાંકન કયા કાયદા હેઠળ કરવા માંગે છે તેનો લેખિત ખુલાસો કરે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે ન્યાય નહીં મળે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રખાશે અને સામાજિક સંસ્થાઓનો પણ સહયોગ લેવાશે.

તંત્રનું વલણ: ૧૪ દિવસનો સમય આપવા તૈયારી – ખેડૂતોએ પહેલા પ્રાંત અધિકારી અને ત્યારબાદ કલેક્ટરને મળીને લેખિત વાંધા અરજી સુપરત કરી હતી. સમગ્ર મામલે કલેક્ટરે ખેડૂતોની રજૂઆતો સાંભળીને લેખિત જવાબ આપવાની ખાતરી આપી હતી. વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે નોટિસનો હેતુ માત્ર ખેડૂતોને સાંભળવાનો હતો; જો ખેડૂતોને તૈયારી માટે સમય ઓછો પડ્યો હોય તો ૧૪ દિવસનો વધારાનો સમયગાળો અપાશે. કલેક્ટર તરફથી હકારાત્મક ખાતરી મળ્યા બાદ ખેડૂતો શાંતિપૂર્ણ રીતે રવાના થયા હતા.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો