રાજપારડી નજીક મધુમતી ખાડીમાં દુર્ઘટના, ૭૦ વર્ષીય વૃદ્ધનું મોત

ઝઘડિયાના પીપદરા ગામના વૃદ્ધ મધુમતી ખાડીના પાણીમાં તણાઈ જતાં કરૂણ મોત: રાજપારડી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો

 

 

​

ઝઘડિયા તાલુકાના પીપદરા ગામે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધનું રાજપારડી નજીક આવેલ મધુમતી ખાડીના પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના અંગે રાજપારડી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.

​મળતી વિગતો અનુસાર, પીપદરા ગામના પટેલ ફળિયામાં રહેતા મહેશભાઈ રમણભાઈ પટેલ (ઉં.વ. ૭૦) ગત તારીખ ૨૪/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે વાળ-દાઢી કરાવવા માટે ઘરથી નીકળ્યા હતા. તેઓ પીપદરા ગામથી ભદાલી ગામ તરફ જવાના કાચા રસ્તેથી રાજપારડી ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજપારડી ખાતે આવેલ મધુમતી ખાડી પસાર કરતી વખતે અચાનક પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા અને ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું.

​આ અંગે મૃતકના પુત્ર હેમંતભાઈ મહેશભાઈ પટેલે રાજપારડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ રાજપારડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વિનોદભાઈ ચંદુભાઈ અને તપાસ અમલદાર અ.હે.કો. વિનુભાઈ ભીખાભાઈ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

{“remix_data”:[],”:[{“id”:”357793839048211″,”type”:”ugc”}]}}
{“}

{“[{“id”:”352227386106211″,”type”:”ugc”}]}}

{“
36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો