
સાબર દિવેલા સંઘે રૂ. 394 કરોડ થી વધુનો ઐતિહાસિક વેપાર નોંધાવ્યો.

રૂ. 2.55 કરોડથી વધુનો ચોખ્ખો નફો બુક : 36મી વાર્ષિક સાધારણ સભામાં હિસાબોને સર્વાનુમતે માટે મંજૂર.
ઈડર ખાતે ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયાં ઉત્પાદક સંઘ લિ.ની 36મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં વર્ષ 2025-26ના સંઘના કામકાજનો અહેવાલ, હિસાબો, વેપાર પત્રક, નફા-નુકસાન પત્રક તથા સરવૈયું સંચાલક મંડળ દ્વારા સાધારણ સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલા અહેવાલ અને હિસાબોને સર્વાનુમતે સભાસદોએ મંજૂરી આપી હતી.
સંઘ દ્વારા 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા હિસાબી વર્ષ દરમિયાન રૂ. 393,45,41,૩33નો ઐતિહાસિક વેપાર કરવામાં આવ્યો હોવાનું સભામાં જણાવાયું હતું. આ વેપારમાંથી સંઘે રૂ. 3,66,22,251નો વેપારી નફો તથા રૂ. 58,07,211ની અન્ય આવક મેળવી હતી. આમ, સંઘે કુલ રૂ. 4,23,68,560 નો નફો બુક કર્યો હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી પેટકાયદ ની મર્યાદા માં ખર્ચ બાદ લઈ નેટ ચોખો 2,55,33,731રૂપિયા થયેલ જેમાંથી પેટા કાયદા ની મર્યાદા માં ખર્ચ તથા જરૂરી જોગવાઈઓ બાદ સંઘે વર્ષ દરમિયાન સંઘના ભવિષ્યના આયોજન, વિકાસલક્ષી કામગીરી તથા જરૂરી જોગવાઈઓને ધ્યાનમાં રાખીને રૂ. 2,51,50,000 જોગવાઈ સાથે સરપ્લસ અહેવાલ અને બજેટ પણ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.. સભામાં સહકારી ક્ષેત્રના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ, વિવિધ સહકારી મંડળીઓના હોદ્દેદારો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 36 મી સાધારણ સભા માં મુખ્ય મહેમાન સિદ્ધાર્થ પટેલ, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સાબરકાંઠા બેન્કના ડિરેક્ટર સતિષભાઈ પટેલ, ખેતી બેન્કના ફલજીભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, વડાલી એ.પી.એમ.સી.ના વિજયભાઈ પટેલ, સાબરડેરીના ડિરેક્ટર રામજીભાઈ પટેલ, ઈડર પાંજરાપોળના પ્રમુખ પી.સી. પટેલ, કે.સી. પટેલ તથા વસઈના પૂર્વ સરપંચ હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ઈડર તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને સહકારી માળખા સાથે સંકળાયેલા આગેવાનો પણ સભામાં જોડાયા હતા. દિવેલા સંઘના ચેરમેન અશોકભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સભામાં સંઘની કામગીરી, સહકારી પ્રવૃત્તિઓ, ખેડૂતો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ તેમજ આગામી વર્ષના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતે સંઘના સંચાલક મંડળ દ્વારા ઉપસ્થિત તમામ સભાસદો, મહેમાનો અને સહકારી આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સાબર દિવેલા સંઘે આ વર્ષે ૧૫% લેખે ઐતિહાસીક ડિવિડન્ડ જાહેર કર્યો ટેકાના ભાવ થી ખરીદી માં જોડાયેલા 22 સંઘો ના ચેરમેન દ્વારા સંઘ ના ચેરમેન અશોક પટેલ તથા એમ.ડી પ્રકાશભાઈ નું ખાસ સન્માન કરવા માં આવ્યું.
બોક્સ આઈટમ…
ખેડૂતોને તેમની ખેતપેદાશનો યોગ્ય ભાવ મળે, ગુણવત્તાયુક્ત બિયારણ અને જરૂરી માર્ગદર્શન મળે તો વધુ ઉત્પાદન માટે રાસાયણિક દવા અને ખાતરના અતિરેક ઉપયોગની જરૂરિયાત ઘટી શકે છે. સહકારી સંસ્થાઓના આગેવાનોની જવાબદારી ખેડૂતોના હિતમાં કામ કરવાની છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત હોવાથી ખેડૂતોની તકલીફોમાં તેમની સાથે ઊભા રહી શક્ય તેટલો સહકાર આપવો જોઈએ.
બદલાતી જીવનશૈલી, ખોરાકની પદ્ધતિ અને ખેતીમાં વધતા રાસાયણિક ઉપયોગને કારણે લોકોમાં વિવિધ આરોગ્ય સમસ્યાઓ જોવા મળી રહી છે. આવનારી પેઢીને સ્વસ્થ જીવન મળે તે માટે ખેતીથી લઈને દૂધ અને શાકભાજી સુધી ગુણવત્તા જાળવવી જરૂરી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તો તેઓ પણ ગુણવત્તાયુક્ત ઉત્પાદન તરફ વધુ પ્રોત્સાહિત થઈ શકે છે. સમાજના આર્થિક રીતે સક્ષમ લોકો અને સંસ્થાઓએ પણ જરૂરિયાતમંદો માટે સમાજ ઉપયોગી સેવાકાર્યો કરતા રહેવું જોઈએ.
જયંતિ પરમાર સાબરકાંઠા










