MORBI:મોરબીના ભડીયાદ વિસ્તારમાં માત્ર ‘સામું જોવા’ જેવી સામાન્ય બાબતે યુવક પર છરી વડે હુમલો

MORBI:મોરબીના ભડીયાદ વિસ્તારમાં માત્ર ‘સામું જોવા’ જેવી સામાન્ય બાબતે યુવક પર છરી વડે હુમલો

મોરબીના ભડીયાદ વિસ્તારમાં માત્ર સામું જોવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ એક યુવક પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, મોરબીના સામાકાંઠે આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા અને છૂટક પ્લમ્બિંગનું કામ કરતા શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા (ઉં.વ. ૩૪) દુકાનેથી પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માહી એપાર્ટમેન્ટ નજીક ઊભેલા મહિપત ઉર્ફે ભૂરાભાઈ રવજીભાઈ વાઘેલા સામે શૈલેષભાઈએ જોતાં જ ભૂરો એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને “સામું શું જુએ છે?” કહી ગાળો આપવા લાગ્યો હતો.

શૈલેષભાઈએ ગાળોનો કોઈ પ્રત્યુત્તર ન આપતાં આરોપી ભૂરાએ પોતાની પાસે રહેલી છરી કાઢી તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન શૈલેષભાઈએ સ્વબચાવમાં છરી પકડવાનો પ્રયાસ કરતાં તેમના જમણા હાથની હથેળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવકે બૂમાબૂમ કરતાં તેમના પિતા તથા આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકને વધુ મારથી બચાવી ઘરે લઈ ગયા હતા.

હુમલા બાદ આરોપી ભૂરો પોતાના અન્ય સાથીદારો સાથે યુવકના ઘર પાસે પણ પહોંચ્યો હતો અને ત્યાં જઈને બૂમાબૂમ કરી ધમાલ મચાવી હતી. આ અંગે ઈજાગ્રસ્ત યુવકે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો