વિજાપુરની ધી રઘુરાજ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લિ.એ 25 વર્ષની સફર પૂર્ણ કરતાં રજતજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. એ.પી.એમ.સી. વિભાગ-3 ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાનો, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની 25 વર્ષની કામગીરી અને સહકારી ક્ષેત્રમાં આપેલા યોગદાનને બિરદાવતા આ પ્રસંગે રજતજયંતી સ્મરણીકા ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
રજતજયંતી મહોત્સવમાં સંસ્થાના સભ્યો, ગ્રાહકો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં સમગ્ર એ.પી.એમ.સી. પરિસર ઉત્સવમય બન્યું હતું. કાર્યક્રમની શરૂઆત આશ સેકન્ડરી સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીતની સુંદર રજૂઆતથી થઈ હતી.
ઉત્તર ગુજરાત કો.ઓપ. ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિ.ના ચેરમેન તથા સહકાર ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કાન્તિભાઈ એલ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં તાલુકાના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, પૂર્વ ધારાસભ્યો રમણભાઈ ડી. પટેલ, પ્રહલાદભાઈ આઈ. પટેલ અને કાન્તિભાઈ આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સત્તાવીસ કડવા પાટીદાર સમાજ (કાંઠા વિસ્તાર)ના પ્રમુખ મંગળભાઈ એસ. પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ એસ. પટેલ તથા દૂધસાગર ડેરી, મહેસાણાના વાઇસ ચેરમેન દશરથભાઈ જી. પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
આ રજતજયંતી પ્રસંગે સંસ્થાની 25 વર્ષની વિકાસયાત્રા અને કામગીરીને ઉજાગર કરતી સ્મરણીકા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થાએ બે દાયકાથી વધુ સમયગાળામાં સભ્યો અને ગ્રાહકો સાથે કેળવેલા વિશ્વાસભર્યા સંબંધો તેમજ સહકારી પ્રવૃત્તિઓના વિકાસમાં આપેલા યોગદાનને આ પ્રસંગે યાદ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ પ્રસંગોચિત પ્રવચન આપતાં સંસ્થાની રજતજયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ કાન્તિભાઈ એલ. પટેલે સંસ્થાની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રઘુરાજ ક્રેડિટ સોસાયટીએ 25 વર્ષની સફર દરમિયાન સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે રજતજયંતી મહોત્સવમાં સંસ્થાના ચેરમેન અમૃતભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર જયંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન અશોકભાઈ પટેલ સહિત ડિરેક્ટર મંડળના બાબુભાઈ પટેલ, અંબાલાલ પટેલ, છગન ભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, આત્મારામ પટેલ અને રાજેન્દ્રકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના મેનેજર ચંદ્રકાન્ત પટેલ સહિત હોદ્દેદારો અને સભ્યોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. સંસ્થાના વાઇસ ચેરમેન અશોકભાઈ પટેલે શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું.
રજત જયંતી નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ રઘુરાજ ક્રેડિટ સોસાયટીને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં સંસ્થા વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. અંતે ગિરીશભાઈ પટેલે આભારવિધિ કરી હતી.
25 વર્ષની વિશ્વાસભરી સફરની ઉજવણી નિમિત્તે યોજાયેલો આ સમારોહ સંસ્થા, તેના સભ્યો અને સહકારી ક્ષેત્રના આગેવાનો માટે યાદગાર બની રહ્યો હતો.