MORBI:મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ

MORBI:મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ

તા. ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૦૧ નવેમ્બરે તમામ મતદાન મથકો પર BLO ઉપસ્થિત રહી સ્વીકારશે ફોર્મ; ૧૮-૧૯ વયના યુવાનોને ખાસ નોંધણી કરાવવા અપીલ

ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત સરકારના દિશાનિર્દેશો અનુસાર મોરબી જિલ્લામાં સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા/પ્રથમ વખતના મતદારોની નામ નોંધણી માટે વિશેષ ઝુંબેશ (Special Drive) હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. ૦૧/૧૦/૨૦૨૬ થી આ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે.

 

આ ખાસ ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લામાં તા. ૧૧/૧૦/૨૦૨૬, તા. ૧૮/૧૦/૨૦૨૬, તા. ૨૫/૧૦/૨૦૨૬ અને તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ તમામ બૂથ લેવલ અધિકારીઓ (BLO) સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી પોતપોતાના મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી કરશે. મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ પાત્રતા ધરાવતા યુવાનો પોતાના જરૂરી પુરાવા સાથે નજીકના મતદાન મથકે BLO નો સંપર્ક કરી “મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦” મુજબ નિયત ફોર્મ ભરી શકશે.

 

લોકશાહીની પાયાની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે જિલ્લાના તમામ પાત્ર નાગરિકો અને ખાસ કરીને પ્રથમ વખતના યુવા મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની નોંધણી અચૂક કરાવે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રશ્મિ જે. રાજાવાઢા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો