દાહોદના રામાનંદ પાર્ક ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન: દિવ્યાંગ બાળકો માટે વિશેષ વ્યવસ્થા અને ચુસ્ત સુરક્ષા આકર્ષણનું કેન્દ્ર

તા.૦૪.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના રામાનંદ પાર્ક ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન: દિવ્યાંગ બાળકો માટે વિશેષ વ્યવસ્થા અને ચુસ્ત સુરક્ષા આકર્ષણનું કેન્દ્ર

દાહોદ શહેરમાં આ વર્ષે નવરાત્રિ પર્વની ભવ્ય અને પરંપરાગત ઉજવણી થવા જઈ રહી છે. મહામંડલેશ્વરશ્રી ૧૦૦૮ શ્રી જગદીશદાસ મહારાજશ્રીના પરમ આશીર્વાદ અને તેઓશ્રીના પાવન સાનિધ્ય તેમજ અધ્યક્ષપણા હેઠળ રામાનંદ પાર્ક સેવા સમિતિ, દાહોદ તથા રામાનંદ પાર્ક મહિલા મંડળ અને સ્થાનિક રહીશોના અભૂતપૂર્વ સાથ-સહકારથી “રામાનંદ પાર્ક નવરાત્રિ મહોત્સવ – ૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને આખરી ઓપ આપવા માટે કમિટી દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસતંત્રના સંકલનમાં રહીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.ખાસ આકર્ષણો અને સુવિધાઓ નયનરમ્ય ડેકોરેશન: સમગ્ર રામાનંદ પાર્ક પરિસરને અદભુત રોશની, ઝાકમઝોળ અને નયનરમ્ય ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે, જે ખેલૈયાઓ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.મહિલાઓ અને બાળકીઓ માટે અલાયદું ગ્રાઉન્ડ ગરબે ઘુમતી નાની બાળકીઓ, મહિલાઓ તથા બહેનો કોઈ પણ સંકોચ વગર આનંદથી ગરબા રમી શકે તે માટે ખાસ અલગ (અલાયદું) ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે દિવ્યાંગો માટે વિશેષ આયોજન આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે મુકબધીર દિવ્યાંગજનો તથા અંધ બાળકો પણ નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે ખાસ અલગ ગરબા અને વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક અલગ પાર્કિંગ વ્યવસ્થા મહોત્સવમાં આવતા આમંત્રિત મહાનુભાવો, સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને જાહેર જનતા માટે અલગ-અલગ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.સુરક્ષા બંદોબસ્ત: જાહેર જનતા અને ખાસ કરીને નારી સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. પરિસરમાં ખાસ પોલીસ કન્ટ્રોલ રૂમ, મહિલા પોલીસ કન્ટ્રોલ રૂમ અને ગુમશુદા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.
જાગૃતિ બેનર્સ ગરબા ગ્રાઉન્ડની અંદર અને બહાર સમિતિ દ્વારા નારી સુરક્ષા અને વિવિધ માર્ગદર્શક સૂચનાઓના બેનરો લગાવવામાં આવ્યા છે.અન્ય જનસુવિધાઓ મીડિયા અને મહાનુભાવો માટે વ્યવસ્થા મહોત્સવમાં પધારતા આમંત્રિત મહેમાનો માટે સ્વાગત અને પ્રતિક્ષાકક્ષ તેમજ પત્રકાર મિત્રો (પ્રેસ મીડિયા) માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.આનંદ-પ્રમોદ અને ફૂડ સ્ટોલ: નાગરિકોને હરવા-ફરવા માટે વિશાળ જગ્યા, શૌચાલયની સુવિધા તેમજ સ્વાદિષ્ટ ચ્હા-નાસ્તો અને ખાણીપીણીના વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. ઈમરજન્સી મેડિકલ: કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઈમરજન્સી મેડીકલ સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્રના સંપૂર્ણ માર્ગદર્શન અને સહકારથી આયોજિત આ ભવ્ય નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે રામાનંદ પાર્ક સેવા સમિતિ અને મહિલા મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને મા જગદંબાની આરાધનાના આ પર્વમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો