દાહોદમાં પાલિકાની લાલઆંખ: સ્માર્ટ સિટીનો રોડ પરમિશન વગર ખોદવા અને ગંદકી બદલ વધુ એક ‘રજવાડી ચા’ની દુકાન સીલ

તા.૦૪.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં પાલિકાની લાલઆંખ: સ્માર્ટ સિટીનો રોડ પરમિશન વગર ખોદવા અને ગંદકી બદલ વધુ એક ‘રજવાડી ચા’ની દુકાન સીલ

દાહોદ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા દાહોદ શહેરમાં સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનારા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારા તત્વો સામે દાહોદ નગરપાલિકાએ આકરૂ વલણ અપનાવ્યું. શહેરમાં કાયદો-વ્યવસ્થા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી પાલિકાની ટીમે માણેક ચોક રોડ અજન્તા ટોકી પાસે આવેલી પ્રખ્યાત ‘રજવાડી ચા’ની ફ્રેન્ચાઇઝી આઉટલેટ/દુકાનને સીલ મારી દીધું છે. ટૂંકા ગાળામાં જ ‘રજવાડી ચા’ બ્રાન્ડની આ બીજી દુકાન સામે કડક કાનૂની પગલાં લેવાતાં અન્ય વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયા પરમિશન વિના રોડનું ખોદકામ અને ગંદકીનું સામ્રાજ્ય મળતી માહિતી મુજબ, પર નવીનતમ ટેકનોલોજી અને લાખો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક સીસી રોડ બનાવવામાં આવ્યો છે.માણેક ચોક રોડ અજન્તા ટોકી પાસે આવેલી ‘રજવાડી ચા’ની દુકાનના સંચાલકો દ્વારા સક્ષમ સત્તાધિકારીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી (પરમિશન) લીધા વિના જ કનેક્શન કે અન્ય કોઈ કારણોસર જાહેર રોડનું ખોદકામ કરી નાખવામાં આવ્યું હતું, જેનાથી સરકારી પ્રોપર્ટીને મોટું નુકસાન થયું હતું.આ ઉપરાંત, નગરપાલિકાની ટીમ જ્યારે તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી ત્યારે દુકાનની આસપાસ અને અંદરના ભાગે ભારે ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. વારંવારની સૂચનાઓ છતાં સ્વચ્છતાના માપદંડોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું જણાતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.નગરપાલિકાની ટીમે સ્થળ પર જ દુકાન સીલ કરીચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની આરોગ્ય અને બાંધકામ શાખાની સંયુક્ત ટીમે માણેક ચોક રોડ અજન્તા ટોકી પાસે ઓચિંતી તપાસ હાથ ધરીને કાયદાકીય જોગવાઈઓ હેઠળ આખી દુકાનને સીલ કરી દીધી હતી. સ્માર્ટ સિટીના રસ્તાઓ તોડનારા અને રોડ પર ગંદકી કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે આ એક દાખલારૂપ અને કડક કાર્યવાહી માનવામાં આવી રહી છે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા એકમો સામે ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો