​મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ની વિચિત્ર સલાહ: “ગામલોકોનો સપોર્ટ છે તો બધા ધરણાં પર બેસી જાવ, રોડ વહેલો બનશે!”

​સચિવોને બે-બે વાર રૂબરૂ રજૂઆત છતાં પરિણામ શૂન્ય: કાયદેસર લડત લડતા સામાન્ય નાગરિક સામે તંત્રની લાચારી કે બેદરકારી

​અરજદારનો વેધક સવાલ: જો હક્કના રોડ માટે પણ ધરણાં જ કરવા પડે, તો બંધારણ અને કાયદા શું કામના?

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામના બંને મુખ્ય માર્ગો છેલ્લા ૫-૬ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. જીવલેણ ખાડાઓ અને અધૂરા રોડ તથા પુલના કારણે રોજેરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ અંગે ગામના સામાન્ય ખેડૂત પરિવારના શિક્ષિત યુવાન ધરણાંત કારૂભાઈ માડમ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે સચિવોને બે વખત રૂબરૂ રજૂઆત, કાનૂની નોટિસો, RTI અને તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર નિષ્ક્રિય રહેતાં, આખરે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ખાતે આખરી રજૂઆત કરવામાં આવી હતી.

​આ રજૂઆત સંદર્ભે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી રાવલ સાહેબ સમક્ષ સમગ્ર બાબત મૂકવામાં આવતાં તેમણે અત્યંત ચોંકાવનારી સલાહ આપી હતી કે: “ગામના આટલા બધા લોકોની સહીઓ છે અને ગામલોકોનો આટલો સપોર્ટ છે, તો બધા ધરણાં પર બેસી જાવ એટલે વહેલું નિરાકરણ મળી જાય!” સાથે જ એવી સલાહ આપી કે “આ પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં નાખો.”
​અધિકારીની આ વાત સામે અરજદારે તીખો સવાલ કર્યો હતો કે, “જો એક નાગરિકે ગામના રસ્તા જેવી મૂળભૂત સુવિધા માટે પણ રોડ પર બેસી ધરણાં જ કરવા પડતાં હોય, તો પછી દેશનું બંધારણ, કાયદાઓ અને સરકારી નિયમો શું કામના? ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા ઉચ્ચ સચિવોને ૨-૨ વાર રૂબરૂ મળવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોય, તો કલેક્ટર કક્ષાએથી શું ઉકેલ આવવાનો?”

​સરકારી કચેરીઓ માત્ર કાગળી ઘોડા દોડાવી નાગરિકોને આંદોલન તરફ ધકેલે છે. જો સરકાર તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું કામ યુદ્ધના ધોરણે શરૂ નહીં કરાવે, તો તંત્રની આ ગુનાહિત નિષ્ક્રિયતા અને બેદરકારીના તમામ પુરાવા જાહેર જનતા સમક્ષ ખુલ્લા મૂકવામાં આવશે.

​અરજદાર સંપર્ક:
ધરણાંત કારૂભાઈ માડમ
મુ. ભાટવડીયા, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા
મો.: ૭૯૯૦૦૯૭૯૮૯

તણખો  …..   સવાલ એ છે કે. અંત્યોદય અને ગ્રામ સ્વરાજ્યની હિમાયત થાય છે , સરકાર છેવાડાના માનવી સુધી પહોંચે છે …. તો પછી આ સામાન્ય ખર્ચની સુવિધા માટે ગ્રામજનોએ પોતાના રોજગાર છોડીને ધરણા કરવા પડશે? Shame …. Shame

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો