વઢવાણ વાઘેલા રોડ પર શ્રી ઉમા પેકેજીંગ ફેક્ટરીની આડમાં ધમધમતા ડબ્બા ટ્રેડિંગ પર LCBનો દરોડો: રૂ.9.45 લાખનો મુદ્દામાલ જપ્ત

તા.05/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

દિપ ઉર્ફે લાલાનું ગાંધીનગર કનેક્શન ખુલ્યું: ડબ્બા ટ્રેડિંગ કેસમાં 3 આરોપી ઝડપાયાં, 14 સામે ગુનો, સુરેન્દ્રનગર: ઝાલાવાડ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નાકેબંધી કરતા સુરેન્દ્રનગર જિલ્લા સ્થાનિક એલસીબી ટીમે એક મોટી સફળતા મેળવી છે. વઢવાણ-વાઘેલા રોડ પર આવેલ એક શ્રી ઉમા પેકેજીંગ ફેક્ટરીની આડમાં ધમધમતા અનધિકૃત ડબ્બા ટ્રેડિંગના કારોબાર પર દરોડો પાડી પોલીસે ૩ મુખ્ય સૂત્રધારોને રંગેહાથ ઝડપી લીધા છે. બાતમીના આધારે કારખાનામાં રેડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબી પી.આઈ. અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વઢવાણ-વાઘેલા રોડ પર આવેલી ‘શ્રી ઉમા પેકેજીંગ’ નામના કારખાનામાં શેરબજારના ભાવોની વધ-ઘટ પર લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડિંગનો મોટો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ફેક્ટરી પરિસરમાંથી જ શેરબજારના ભાવો પર સટ્ટો રમાડતા ૩ ઈસમો ઝડપાઈ ગયા હતા. જેમાં ઝડપાયેલા મુખ્ય આરોપી જયેશ અમરશીભાઈ પટેલ (ફેક્ટરી માલિક), પ્રિતેશ જીતેન્દ્રભાઈ ગાંધી, ગુંજન જયંતિભાઈ સંઘવી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓ અધિકૃત સ્ટોક એક્સચેન્જના લાયસન્સ વગર ‘MetaTrader5’ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગ્રાહકો પાસે સટ્ટો રમાડતા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગાંધીનગરના મુખ્ય સૂત્રધાર દિપ ઉર્ફે લાલા પાસેથી આઈ.ડી. અને પાસવર્ડ મેળવીને સ્થાનિક ગ્રાહકો સાથે હાર-જીતનો આર્થિક ખેલ ખેલવામાં આવતો હતો. એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. ૧૫,૦૦૦ તથા ૬ મોબાઈલ ફોન તથા ૧ લેપટોપ, ૨ લક્ઝુરિયસ કાર અને ગેરકાયદેસર વહીવટનું હિસાબી સાહિત્ય મળીને કુલ રૂ.૯,૪૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા ૩ મુખ્ય આરોપીઓ, ગાંધીનગરના આઈ.ડી. આપનાર દિપ ઉર્ફે લાલા તથા સોદા કપાવાતા અન્ય ૧૧ ગ્રાહકો મળી કુલ ૧૪ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો