સોશિયલ મીડિયામાં થરાદના અધિકારી અંગેની પોસ્ટે પકડ્યો વેગ, ગંભીર આક્ષેપોથી ચર્ચા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

સોશિયલ મીડિયા પર “થરાદ વાસીઓ…” સંદેશ સાથે ફરતી એક પોસ્ટ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. પોસ્ટમાં થરાદના એક “મોટા ગજાના ગણાતા અધિકારી” અંગે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પોસ્ટમાં ભારતમાળા રોડ મેસરા ટોલ પ્લાઝાનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો છે કે સંબંધિત અધિકારી સાંચોર તરફથી થરાદ તરફ આવી રહ્યા હતા અને નશાની હાલતમાં હોવાનું પોસ્ટમાં જણાવાયું છે. આ દરમિયાન મેસરા ટોલનાકા પાસે અજાણ્યા ઈસમો સાથે અધિકારીની ગાળાગાળી અને બોલાચાલી થઈ હોવાનો તેમજ મારામારીમાં અધિકારીને માર પણ ખાવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વાયરલ પોસ્ટમાં વધુમાં “બાદમાં એ અધિકારી દ્વારા સામેવાળા વ્યક્તિની ગાડી તેમજ મોબાઈલ ફોન જપ્ત કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે” તેવો દાવો કરવામાં આવ્યો છે.

પોસ્ટમાં સમગ્ર ઘટનાનો “વિગતવાર અહેવાલ ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે” તેમ જણાવવામાં આવ્યું છે. સાથે જ “જો આમ પબ્લિક ધારે તો મોટા ગજાના અધિકારીની પણ શાન ઠેકાણે લાવી શકે છે… જાગૃત જનતા” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વેગ પકડતા થરાદ પંથકમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, પોસ્ટમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચાર, નશાની હાલત, મારામારી તથા વાહન-મોબાઈલ જપ્ત કરવાના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સંબંધિત અધિકારીનો પક્ષ પણ હાલ સામે આવ્યો નથી.

આથી હવે સમગ્ર મામલે સત્તાવાર તપાસ થાય છે કે નહીં અને તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો