સુરેન્દ્રનગર પોલીસ અને PGVCLની લાલઆંખ: 7 ગામોમાં દરોડા પાડી રૂ.1.54 કરોડની વીજચોરી પકડી

તા.05/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ખનીજ- વીજચોરો પર ત્રાટકી 104 ટીમો:1080 કનેક્શન તપાસાયા, એક્સપ્લોઝિવનો ગુનો દાખલ

SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ખનીજ- વીજચોરો પર ત્રાટકી 104 ટીમો:1080 કનેક્શન તપાસાયા, એક્સપ્લોઝિવનો ગુનો દાખલ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અભૂતપૂર્વ અને કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારી અને ચોટીલા ડીવાયએસપી એસ.એસ. ભદોરીયાની સંયુક્ત માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ અને PGVCLની કુલ ૧૦૪ વિશિષ્ટ ટીમો બનાવીને સાયલા અને થાનગઢ વિસ્તારમાં ઓચિંતું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સઘન ઝુંબેશ દરમિયાન ટીમોએ સાયલા અને થાનગઢ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ચોરવીરા (થા), ઈશ્વરીયા, વગડીયા, સોનગઢ, વેલાળા, ખાખરાવાળી અને રાવરાણી ગામો તેમજ આસપાસના સીમ વિસ્તારોને ઘેરી લઈને વ્યાપક તપાસ ચલાવી હતી. રહેણાંક મકાનો અને સીમમાં વિજપોલ તથા કનેક્શનો પર ચેકિંગ હાથ ધરીને કુલ ૧,૦૮૦ વીજજોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગેરકાયદેસર વીજચોરી ઝડપાતા સંબંધિત આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ.૧,૫૪,૫૦,૦૦૦ નો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, સીમ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી કાર્બોસેલ ખનીજ ખનન અને હેરફેરની પ્રવૃત્તિઓ પર સીધા દરોડા પાડી સમગ્ર ગેરકાયદે કામગીરી સદંતર બંધ કરાવવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન સાયલા પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી એક શંકાસ્પદ વાહન પણ ડિટેઈન કરવામાં આવ્યું છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો