MORBI:મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા તંત્રની સઘન ઝુંબેશ: કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાઈ વિવિધ કામગી

MORBI :મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા તંત્રની સઘન ઝુંબેશ: કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાઈ વિવિધ કામગી

આરટીઓ વિભાગ દ્વારા નિયમભંગ બદલ કેસ દાખલ કરાયા; ૨૦ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા અને PM-RAHAT યોજના હેઠળ ૨૨૦ પીડિતોને કેશલેસ સારવાર અપાઈ

મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડવા તથા વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા સઘન અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૨૧૫ હેઠળ કાર્યરત આ સમિતિ દ્વારા જૂન થી ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન જિલ્લાના બ્લેક સ્પોટ્સ પર ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ, અસરકારક વાહન ચેકિંગ, શાળાકીય જનજાગૃતિ અને સરકારી યોજનાઓના અમલીકરણ સહિતના વિવિધ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

 

અકસ્માત બ્લેક સ્પોટ અને વલ્નરેબલ વિસ્તારો જેવા કે લાલપર, રફાળેશ્વર, મકનસર, હરિપર, ચંદ્રપુર, ધનાળા, કવાડિયા, ઢવાણા અને ચરાડવા ખાતે રોડ સાઇનેજ, સ્પીડ કન્ટ્રોલ, રિફ્લેક્ટિવ ડેલિનેટર, કેટ આઈ અને સ્ટ્રીટ લાઈટિંગ જેવા ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ અમલી બનાવાયા છે.

 

આ ઉપરાંત, આરટીઓ કચેરી દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરી લાયસન્સ વિનાના ૧૫૨૦, વિમા વિનાના ૧૦૫૦, રોંગ સાઈડ ડ્રાઈવિંગના ૪૧૯, ઓવરલોડના ૪૮૭, ઓવર ડાઈમેન્શન વાહનના ૩૬૩ અને હેલ્મેટ વિનાના ૧૧૮ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે.

આરટીઓ, પોલીસ અને ૧૦૮ ની ટીમ દ્વારા ૨૦ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકારની PM-RAHAT યોજના હેઠળ મોરબી જિલ્લાના ૨૨૦ અકસ્માત પીડિતોને રૂ. ૧.૫૦ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો