11 વર્ષીય બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

સંજાલી ગામે બાળકી પર હુમલો કરનાર ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામેથી રાહતના સમાચાર સામે આવ્યા છે. બે દિવસ અગાઉ ખેતરમાં 11 વર્ષીય બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા સંજાલી ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ સંજાલી ગામની સીમમાં 11 વર્ષીય બાળકી પોતાના પિતા સાથે બકરા ચરાવવા માટે ખેતરમાં ગઈ હતી. દરમિયાન બાળકી પોતાના પિતાથી થોડી દૂર જતા ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો.બાળકી પર દીપડાએ હુમલો કરતા નજીકમાં રહેલા તેના પિતાએ હિંમતપૂર્વક દીપડાના ચાંગુલમાંથી બાળકીને છોડાવી હતી. હુમલામાં બાળકી ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં ઝઘડિયા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારે આ પાંજરામાં દીપડો સપડાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં આસપાસના લોકો પણ તેને જોવા માટે સ્થળ પર ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી દીપડાના આતંકથી ચિંતિત સંજાલી ગામ અને આસપાસના વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.બીજી તરફ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના અનેક ગ્રામ્ય અને ખેત વિસ્તારોમાં દીપડાઓની વધતી અવરજવર ચિંતાનો વિષય બની છે. અનેક વિસ્તારોમાં દીપડાઓ દિવસ દરમિયાન પણ નજરે પડતા હોવાના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.અગાઉ પણ દીપડાઓ દ્વારા પશુઓ તેમજ માનવીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે દીપડાઓની વધતી અવરજવર પર નિયંત્રણ લાવવા અને માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ અટકાવવા વન વિભાગ દ્વારા વધુ અસરકારક પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.હાલ સંજાલી ગામે બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો