વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં રંગોળી, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

*રીપોર્ટ આસીફ લુણાવાડા*

વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં રંગોળી, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

 

આજરોજ તા. 03 ઓક્ટોબર, 2026, શનિવારના રોજ વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન–2026 અન્વયે મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, હરદાસપુર, લુણાવાડા ખાતે રંગોળી, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેડમ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના EI પારગી તમામ AEIઓ તથા જિલ્લા કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ આયોજન અને માઇક્રો પ્લાનિંગ દ્વારા સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓ તેમજ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા આવેલા 300થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, કલાત્મક પ્રતિભા અને વક્તૃત્વ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધામાં પારદર્શક અને નિષ્પક્ષ મૂલ્યાંકન થાય તે માટે વિવિધ વિભાગોમાંથી માધ્યમિક શાળાના વિષય તજજ્ઞ શિક્ષકોને નિર્ણાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નિર્ણાયકઓએ વિદ્યાર્થીઓની કૃતિ, રજૂઆત, સર્જનાત્મકતા તથા વિષયવસ્તુના આધારે નિષ્પક્ષ રીતે મૂલ્યાંકન કરી યોગ્ય નિર્ણય આપ્યો હતો, જેથી કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. જિલ્લા કક્ષાએ વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે ઉત્તમ મંચ પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન બદલ જિલ્લા કચેરીના E.I./AEIએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, નિર્ણાયક, શિક્ષક તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસો અને સુંદર આયોજનથી વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો