Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત “વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા” કાર્યક્રમયોજાયો 

તા.૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સાયબર ફ્રોડથી બચવા અજાણી લિંક, ઓ.ટી.પી. અને ડિજિટલ પેમેન્ટમાં સાવચેતી રાખવા વડીલોને માર્ગદર્શન અપાયું

બાળ લગ્ન પ્રતિબંધક કાયદા અંગે જાગૃતિ સાથે પોસ્ટ વિભાગની બચત યોજનાઓ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાની ઉપસ્થિતિમાં રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે “વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા” કાર્યક્રમ યોજાયો હતો. 

સમાજ સુરક્ષા વિભાગ અને બોલબાલા ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ સહભાગી બની ડિજિટલ સેવાઓ, સાયબર સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વડીલોના આરોગ્યની ચિંતા કરતાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત જેવી મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેના થકી લાખો વડીલોને નિઃશુલ્ક સારવારનો લાભ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, આજના ડિજિટલ યુગમાં વરિષ્ઠ નાગરિકો પણ ડિજિટલ સેવાઓનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે તે માટે સાયબર જાગૃતિ અત્યંત જરૂરી છે. વડીલોને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખવા માટે સતત જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વરિષ્ઠ નાગરિકોને સ્વચ્છતા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બની દેશસેવામાં યોગદાન આપવા પણ તેમણે આહવાન કર્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાએ સાયબર ફ્રોડથી બચવા માટે સાયબર જનજાગૃતિ કાર્યક્રમોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વડીલોને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક યોગ્ય વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સાયબર ક્રાઇમ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. રાણાએ વરિષ્ઠ નાગરિકોને યુ.પી.આઈ., ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન બેન્કિંગ સેવાઓના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે એસ.બી.આઈ. ના લીડ બેંકના મેનેજરશ્રી સંજયભાઈ મહેતાએ સાયબર ફ્રોડથી બચવા અજાણી લિંક પર ક્લિક ન કરવા, ઓ.ટી.પી. તથા અન્ય બેન્કિંગ વિગતો કોઈ સાથે શેર ન કરવા, શંકાસ્પદ એપ્લિકેશનથી સાવચેત રહેવા તેમજ “ડિજિટલ અરેસ્ટ” જેવી છેતરપિંડીથી સાવધાન રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે લોભ, લાલચ કે ડરના કારણે કોઈપણ ઉતાવળભર્યું ડિજિટલ ટ્રાન્ઝેક્શન ન કરવા પણ ખાસ અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી દ્વારા ચીફ ઓફિસરશ્રી મિલનભાઈ પંડિતે બાળ લગ્ન પ્રતિબંધક કાયદા અંગે માહિતી આપી હતી. સમાજના આગેવાનોને બાળ લગ્ન અટકાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા તેમજ બાળ લગ્ન અંગેની કોઈપણ માહિતી મળે તો સંબંધિત વિભાગનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

પોસ્ટ વિભાગ દ્વારા વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાત અને બચતને અનુરૂપ વિવિધ બચત યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ બી.ટી. સવાણી હોસ્પિટલના સહયોગથી વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી.પી., ડાયાબિટીસ સહિતની પ્રાથમિક આરોગ્ય તપાસનો મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધો હતો.

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાયે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. બોલબાલા ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓને બિરદાવતા વહીવટી તંત્ર દ્વારા શ્રી જયેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ.એન. ગોસ્વામી, બોલબાલા ટ્રસ્ટના શ્રી જે.વી. શાહ, પોસ્ટ વિભાગ તથા બી.ટી. સવાણી હોસ્પિટલના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો