Rajkot: GJ 03 QJ સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન આજથી શરૂ થશે

તા.૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, મોટરસાયકલ પ્રકારના વાહનો માટે GJ 03 QJ સિરીઝનું ઈ-ઓક્શન તા. ૦૫ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવનાર છે.

આ સિરીઝમાં (ગોલ્ડન-સિલ્વર) નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકોએ parivahan.gov.in/fancy પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનમાં ભાગ લેવાનો રહેશે.

ઓક્શનની પ્રક્રિયા માટે અરજદારોએ વેબસાઇટ પર જઈ ફેન્સી નંબર બુકિંગ વિકલ્પમાં પબ્લિક યુઝર આઈ.ડી. બનાવી ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓછામાં ઓછી ફી ભરીને હરાજીમાં ભાગ લઈ શકાશે. હરાજીમાં નંબર ફાળવાયા બાદ ૫ દિવસમાં બાકીની રકમ ભરી આર.ટી.ઓ. કચેરી ખાતેથી અપ્રૂવલ મેળવવાનું રહેશે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સીએનએ ફોર્મ ભરવાનું રહેશે.

ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી તા. ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. ત્યારબાદ તા. ૧૨/૧૦/૨૦૨૬ ના સાંજે ૦૪:૦૧ કલાકથી તા. ૧૪/૧૦/૨૦૨૬ ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી બીડિંગ પ્રક્રિયા (હરાજી) ચાલશે, અને તા. ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૦૪:૧૫ કલાકે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે. વાહન વેચાણની તારીખથી ૭ દિવસની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવું ફરજિયાત છે અને સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો