નવસારી એલસીબીની ટીમે દારૂ ભરેલ ટેમ્પા સહિત રૂ. 12.91 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ગણદેવી ગામ નજીક એક્સપ્રેસ-વે ટોલનાકાની ઉત્તરે નાકાબંધી ગોઠવી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ટીન બિયરનો કુલ 1,200 નંગ જથ્થો, જેની કિંમત રૂ. 2.76 લાખ હોવાનું જણાવાયું છે, મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ EICHER PRO 3019 M HSD BSVI ટ્રક પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં **મજીદ આદમ સુલેમાન લોદરા (ઉં.વ. 32), હર્ષદભાઈ દામજીભાઈ ચત્રભોજ મંગેર (ઉં.વ. 26) અને રણજીતસિંહ સંગરામસિંહ સોહડા (ઉં.વ. 23)**ને ઝડપી પાડ્યા હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. એક આરોપી ટ્રકનો ડ્રાઇવર, બીજો ક્લીનર અને ત્રીજો દારૂનો જથ્થો ભરાવનાર હોવાનું નોંધાયું છે. પોલીસે રૂ. 2.76 લાખનો દારૂ, રૂ. 10 લાખની કિંમતનું EICHER ટ્રક અને ત્રણ મોબાઇલ ફોન રૂ. 15 હજાર, મળી કુલ રૂ. 12.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.  આ કેસમાં દારૂનો જથ્થો આપનાર તથા મંગાવનાર સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રેસનોટ મુજબ, આ કાર્યવાહીમાં LCBના PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો