થરા નગર પાલિકાની ચુંટણી ના પડઘમ શાંત થતાં આજે મતદાન યોજાશે..

ઓગડ તાલુકા મુખ્ય મથક થરામાં આવેલ ઓગડ તાલુકા મામલતદાર કચેરી ખાતે મુખ્ય ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર કિશનદાન ગઢવી અને કિરણભાઈ કે.ગૌસ્વામી મદદનિશ ચુંટણી અધિકારીના અઘ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી.જેમાં દરેક બુથો પર ૨ ઝોનલ ઓફિસર અને ૧૮ પ્રેસાઈડિંગ પોલિંગ સ્ટાફ સહિત કુલ સ્ટાફ ના ૭૨ માણસોને મતદાન મથકો પર ખાસ ધ્યાન રાખીને મતદારોને મતદાન કરવા માટે જાણકારી અપાઈ હતી.જેમાં થરા નગર પાલિકાના કુલ ૬ વોર્ડ માં મતદાન યોજાશે.૧૮ મતદાન મથકોમાં ૧૩ સંવેદનશીલ અને ૫ સામાન્ય મતદાન મથકો છે. કુલ પોલિંગ સ્ટાફ ૭૨ છે.જેમાં કુલ ૨ ઝોનલ ઓફીસર છે.૧૮ EVM મશીન મુકાશે અને ૬ EVM મશીન રિઝર્વ એમ ટોટલ ૨૪ EVM મશીન થરા નગર પાલિકા ચુંટણીમાં રાખવામાં આવશે.કુલ ૫૯ હરીફ ઉમેદવારો ચુંટણી જંગમાં ઝંપલાવશે.૧૮ મતદાન મથકોમાં ૧૩ સંવેદન શીલ મતદાન મથકો છે.નોડલ ઓફિસર સી.એલ.સોલંકી DYSP ડીસાના માર્ગદર્શન હેઠળ પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં 1Dysp,4-P.I,11-PSI,190 ASI,HC,PC અને 7 SRP તેમજ 65 હોમગાર્ડ,GRD જવાનો તૈનાત રહેશે.ટોટલ 278 નો કાફલો ખડકી દેવામાં આવશે.ત્યારે થરા નગર પાલિકાની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે.ત્યારે આજે ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૭ કલાકે મતદાન શરૂ કરવામાં આવશે અને સાંજે ૬ કલાકે પુર્ણ થશે.ચૂંટણીની પ્રકિયા થરાની સેન્ટર શાળાઓ રાખવામાં આવેલ છે.ત્યારે આજે ૧૧ તારીખે ૨૪ સીટો ઉપર ૬૬૦૩ પુરુષ અને ૬૩૧૩ સ્ત્રી મતદાર સહિત કુલ ૧૨૯૧૬ મતદારો મતદાન કરશે.આમ આ ચુંટણીમાં ૫૯ ઉમેદવારોના ભાવિ પેટીમાં સીલ થશે અને ૧૩ તારીખે કોણ વિજેતા જાહેર થશે તેની અટકળો વચ્ચે શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી સત્તા માટે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે.જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ન તે માટે પોલીસ તંત્રની બાજ નજર હેઠળ મતદાન કરવામાં આવશે.આમ હવે થરા નગર પાલિકાની ચુંટણીમાં ખરાખંરી નો જંગ જામશે તેવુ જોવા મળી રહ્યુ છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530











