દહેજના જોલવામાંથી ₹6.95 લાખની નશાકારક ગોળીઓ સાથે એક ઝડપાયો, ફિલાટેક્સ ચોકડી પાસેની દુકાનમાંથી 13.400 કિલો તરંગ વિજયાવટી જપ્ત, રાજસ્થાની સપ્લાયર વોન્ટેડ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)એ વાગરા તાલુકાના જોલવા ગામે કાર્યવાહી કરી છે.

ફિલાટેક્સ ચોકડી પાસેની દેવ નારાયણ ટી કોર્નર નામની દુકાનમાંથી પોલીસે 6.70 લાખ રૂપિયાની 13 કિલો 400 ગ્રામ નશાકારક તરંગ વિજયાવટી ગોળીઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોન સહિત કુલ 6.95 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ગોવિંદ શંકર રેબારી (ઉં.વ. 27)ની ધરપકડ કરી છે, જે જોલવાનો રહેવાસી છે. આ જથ્થો પૂરો પાડનાર રાજસ્થાની શખ્સ દુધારામને વોન્ટેડ જાહેર કરાયો છે.

ભરૂચના ANWના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.પટણીની આગેવાનીમાં આ કાર્યવાહી થઈ હતી. એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ મહોબતસિંહને બાતમી મળી હતી કે ગોવિંદ દુકાનમાં નશાકારક ગોળીઓ વેચે છે. દહેજ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો