કેશોદ પંથકમાંથી સ્કોડા કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ : જુનાગઢ રેન્જ પોલીસે રૂ. ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચ્યો, બે વોન્ટેડ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : રેન્જ વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા અપાયેલી સૂચનાના આધારે જુનાગઢ રેન્જ પોલીસ ટીમે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમી આધારે સ્કોડા કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીને પકડી પાડી કુલ રૂ. ૪,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી વિગતો મુજબ, રેન્જ પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા, પો.સ.ઇ. આર.જી. ચુડાસમા, એ.એસ.આઇ. ગીરીરાજસિંહ, ગજેન્દ્રસિંહ, રામદેવસિંહ, પ્રદ્યુમનસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, વિપુલસિંહ, કનકસિંહ, હરદેવસિંહ તથા કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, ભુપતસિંહ, ડાયાભાઈ, અમિતભાઈ અને અરવિંદભાઈ સહિતના કેશોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે કેશોદની ચુનાભઠ્ઠી વિસ્તારમાં રહેતો રાહુલ ઓડેદરા સફેદ રંગની સ્કોડા લોરા કાર નંબર GJ-23-P-0606 માં અજાબ-કરેણી ગામ તરફથી કેશોદ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ કારને રોકી તલાશી લેતાં કારની ડેકી, વચ્ચેની સીટ તેમજ આગળની સીટ પરથી પ્લાસ્ટિકની થેલીઓમાં તેમજ છૂટી રાખેલી વિદેશી દારૂની ૧,૩૪૪ બોટલો સાથે આરોપી રાહુલ રાજશીભાઈ ઓડેદરાને પકડી પડ્યો અને દારૂનો જથ્થો મોકલનાર બીલખાનો રવિરાજ વાઘુભાઈ વેગડ અને જથ્થો મંગાવનાર કેશોદનો દેવાયત સુમાતભાઈ વાળા હાજર નહીં મળી આવતા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો