રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૧૦.૨૦૨૬
વિકસિત ભારત 2047 અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીના સેવા સંકલ્પને 25 વર્ષ પૂર્ણ થયા હોવાથી તેની ઉજવણી ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં કરવામાં આવી હતી. જેમાં રાજ્યની શાળાઓમાં સેવા અને સુશાસન તથા વિકસિત ભારત 2047 આ વિષયના અંતર્ગત ચિત્ર રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન દરેક શાળાઓમાં કરવામાં આવ્યું હતું. આ વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્યની તમામ શાળાઓમાંથી 1,50,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં કલરવ શાળા માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. સુહાની ધમ્મદિપ સાઉતકરે રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળા અને પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યું છે. જેનું અમદાવાદ ટાગોર હોલમાં રાજ્યકક્ષાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ના હસ્તે પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું છે. શાળાનું નામ રાજ્ય સ્તરે રોશન કરનાર કુ. સુહાની સાઉતકર ને પંચમહાલ જિલ્લાના શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ તેમજ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.











