MORBI:મોરબીમાં ‘ધી બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટી’ દ્વારા ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ પર ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનો પ્રારંભ

MORBI:મોરબીમાં ‘ધી બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટી’ દ્વારા ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ પર ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનો પ્રારંભ

મોરબી શહેરમાં ‘ધી બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટી’ દ્વારા તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૬થી આદિશક્તિ મા દુર્ગાના નવરાત્રી પર્વ અંતર્ગત ભવ્ય, વિરાટ અને દિવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા નવ વર્ષની અવિરત પરંપરાને આગળ ધપાવતાં આ વર્ષે પણ એક વિશેષ થીમ અને જીવનલક્ષી સંદેશ સાથે આ જાજરમાન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

કમિટીના અગ્રણી મોહિતભાઈ રાવલની અખબારી યાદી મુજબ, નવરાત્રીના ષષ્ઠી (છઠ્ઠા) દિવસથી શરૂ થતો આ મહોત્સવ મા દુર્ગાના મહિષાસુર મર્દિની સ્વરૂપની આરાધનાનો પર્વ છે. મા દુર્ગાના ત્રણ નેત્રો ભૂત, વર્તમાન અને ભવિષ્ય તેમજ જ્ઞાન, સમજ અને વિવેકના પ્રતીક સમાન છે. આ મહોત્સવ દ્વારા સમાજમાં ત્રણ મુખ્ય સંદેશાઓ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે: પ્રથમ—મા દુર્ગાની ભક્તિ અને શક્તિ, બીજો—કોશિશ, સાતત્યપૂર્ણ પ્રયત્ન અને સંઘર્ષ, તથા ત્રીજો—સત્ય અને ન્યાયના માર્ગે ચાલીને બુરાઈ પર અચ્છાઈનો વિજય.

૬ દિવસીય મહોત્સવના મુખ્ય આકર્ષણો:પરંપરાગત ઢાંક-ઢોલના નાદ સાથે દરરોજ રાત્રે ભવ્ય મહાઆરતી બંગાળનું વિશ્વવિખ્યાત પારંપરિક ‘ધુનુચી નૃત્ય’ વિધિવત પૂજા-અર્ચન તથા આરતી દર્શનમહિલાઓ અને બાળકો માટે વૈવિધ્યસભર સાંસ્કૃતિક તથા ધાર્મિક સ્પર્ધાઓ બોરોન, વિશિષ્ટ સિંદૂર ખેલા અને શોભાયાત્રા સાથે ભવ્ય વિસર્જન આ છ દિવસીય મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ભક્તિ, સંસ્કૃતિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળશે. દુર્ગા પૂજા મહોત્સવ અંગે વધુ વિગત કે માહિતી મેળવવા માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલ (મો. ૭૯૯૦૨૧૫૦૯૯) પર સંપર્ક સાધી શકાશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો