આણંદ મહાનગરપાલિકા દ્વારા

રૂપિયા 9,55, 414 ની બાકી વેરાની વસુલાત કરવામાં આવી

તાહિર મેમણ – આણંદ – 19/09/2026 – આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવાની ઝુંબેશ આજે પાંચમા દિવસે પણ યથાવત રહી છે. મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા સતત પાંચમા દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેમાં રૂ.
8,87,693 જેટલો બાકી વેરો ન ભરનાર મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરીને લક્ષ્મી ટોકીઝ ચાર રસ્તા વિસ્તારની બાકી વેરો ન ભરનારની કૂલ 05 પ્રોપર્ટીઓને સીલ કરવામાં આવી છે. મનપાના તંત્ર દ્વારા બાકી વેરા વસુલાત માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.
આ ઉપરાંત કરમસદ આણંદ મહાનગર પાલિકાની રિકવરી વિભાગની ટીમ દ્વારા બાકી મિલકત વેરા પેટે રૂપિયા 9,55, 414 ની બાકી વેરાની વસુલાત કરવામાં આવી છે. મનપાની રિકવરી ટીમ દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ યથાવત રહેશે અને વેરો ન ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ તકે મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જેઓનો મિલકત વેરો કે અન્ય કોઈ વેરો ભરવાનો બાકી હોય તેઓ તાકીદે પોતાના વેરાની ભરપાઈ કરી દે. સમયસર વેરો ભરીને નાગરિકો કોઈપણ પ્રકારની સીલિંગ કે દંડકીય કાર્યવાહીથી બચી શકે છે.










