કાલાવડ તાલુકાના અરલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો: ૧,૩૧ નો મુદ્દામાલ કબજે ૪ પકડાયા

કાલાવડ તાલુકાના અરલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો: ૧,૩૧ નો મુદ્દામાલ કબજે ૪ પકડાયા

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા ૧૯: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩૧,૫૦૦, ચાર મોબાઈલ ફોન અને બે મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૧,૩૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવની વિગતો મુજબ, તા. ૧૮ ઓક્ટોબરના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અરલા ગામની જામવાડી સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની કાર્યવાહી દરમિયાન પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગંજીપત્તાનાં પાનાં વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાઈ ગયા હતા.

પોલીસે અરલા ગામમાં રહેતા શાહિદભાઈ બસીરભાઈ આદમાની (ઉં.વ. ૩૫), સલીમભાઈ બાવાભાઈ મુંદ્રાક (ઉં.વ. ૪૦), બાબુભાઈ ઓસમાણભાઈ આદમની (ઉં.વ. ૪૦) અને કિશોરભાઈ અરજણભાઈ મકવાણા (ઉં.વ. ૪૨)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩૧,૫૦૦, ગંજીપત્તાનાં ૫૨ પાનાં, રૂ. ૨૦,૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન તથા રૂ. ૮૦,૦૦૦ની કિંમતનાં બે મોટરસાઇકલ મળી કુલ રૂ. ૧,૩૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો