અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સામાન બળીને ખાખ
ભેરુંડા રોડ પર આગની ઘટનાથી અફરાતફરી, ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભેરુંડા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
.
આગને પગલે ગોડાઉનમાં રાખવામાં આવેલો સામાન આગની લપેટમાં આવી ગયો હતો અને બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો અંગે સત્તાવાર માહિતી સામે આવવાની બાકી છે.










