કાલોલમાં સેટકો કંપની દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતની જમીન પર કથિત ગેરકાયદે કબ્જા ના ગંભીર આક્ષેપ,ન્યાય માટે પ્રતીક ઉપવાસની ચીમકી.

તારીખ ૨૨/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામે આવેલી સેટકો ઓટો સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (Setco Auto Systems Pvt. Ltd.) કંપની દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતની જમીન પર કથિત રીતે ગેરકાયદેસર કબ્જો જમાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સરકારી હુકમથી ખેતી માટે સોંપાયેલી જમીન પર કબ્જો મેળવવા અને ન્યાય મેળવવા માટે પીડિત ખેડૂતે મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં આવેદન આપી કંપનીના ગેટ સામે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ પર બેસવાની જાણ કરી છે.

મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના કાતોલ ગામના રહીશ વિજયકુમાર છગનભાઈ વણકર (અનુસૂચિત જાતિ) ને મોજે-કાતોલના ખાતા નંબર ૭૪૧ ના રેવન્યુ સર્વે નંબર ૩૫ વાળી જમીન મામલતદાર સાહેબ દ્વારા ખેતી કરવા માટે હુકમથી સુપ્રત કરવામાં આવી છે. પરંતુ આ જમીન પર “સેટકો ઓટો સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ” કંપની દ્વારા કબ્જો જમાવી લેવામાં આવ્યો છે.

પીડિતે અગાઉ પણ તા. ૨૩/૦૯/૨૦૨૬ ના રોજ તંત્રને પત્ર લખીને આ કબ્જો દૂર કરાવવા રજૂઆત કરી હતી. તાજેતરમાં પીડિત ખેડૂત પોતાની જમીન જોવા માટે ગયા ત્યારે કંપનીના સિક્યુરિટી કર્મચારીઓએ તેમને ગેટ પરથી જ પરત મોકલી દીધા હતા અને પોતાની જ જમીનમાં પ્રવેશવા દીધા ન હતા.

સર્કલ મામલતદારની મુલાકાત બાદ પણ સ્થિતિ જસની તસ જ્યાં મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સર્કલ મામલતદારે સેટકો કંપનીની મુલાકાત લીધી હતી. તે સમયે મામલતદાર સાહેબે જણાવ્યું હતું કે કંપની બે દિવસમાં પોતાનો જવાબ રજૂ કરશે. પરંતુ દિવસો વીતી જવા છતાં કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. ખેડૂતે કંપની પાસે માલિકીના દસ્તાવેજોની માંગણી કરી હતી, પરંતુ કંપની કોઈ પુરાવા બતાવી શકી નથી.અરજદારે પોતાની રજૂઆતમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારી હુકમ હોવા છતાં કંપની દ્વારા અનુસૂચિત જાતિના વ્યક્તિને અન્યાય કરી હેરાન કરવામાં આવી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં સેટકો કંપની અંગ્રેજો જેવું શાસન ચલાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.તાજેતરમાં જ બેન કેપિટલ (Bain Capital) સમર્થિત આરએસબી ટ્રાન્સમિશન્સ (RSB Transmissions) દ્વારા ‘સેટકો ઓટો સિસ્ટમ્સ’ (Setco Auto Systems) કંપનીનું અધિગ્રહણ (Acquisition) કરવામાં આવ્યું છે.કંપનીની માલિકી બદલાવાથી અગાઉના વિવાદો અથવા સરકારી હુકમોની જવાબદારી નવા મેનેજમેન્ટ પર પણ લાગુ થતી હોય છે, જેથી તેઓ આ બાબતથી લાંબો સમય અજાણ રહી શકે નહીં.શાંતિપૂર્ણ પ્રયાસો નિષ્ફળ જતાં અને તંત્ર તરફથી પણ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતાં, અરજદાર વિજયકુમાર વણકરે મામલતદાર કચેરી કાલોલ તથા કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરીને સેટકો કંપનીના મુખ્ય ગેટ પાસે મંડપ બાંધી શાંતિપૂર્ણ રીતે પ્રતીક ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.હવે જોવાનું એ રહે છે કે પ્રશાસન અને તંત્ર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને અનુસૂચિત જાતિના ખેડૂતને તેમની પોતાની જમીનનો કબ્જો અપાવી ન્યાય અપાવશે કે કેમ?

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો