MORBI :કુવરબાઈનુ મામેરુ યોજના હેઠળ ખાખરેચીના વર્ષાબેન પરમારને લગ્ન માટે રૂપિયા ૧૨ હજારની સહાય

MORBI :કુવરબાઈનુ મામેરુ યોજના હેઠળ ખાખરેચીના વર્ષાબેન પરમારને લગ્ન માટે રૂપિયા ૧૨ હજારની સહાય

જરૂરિયાત મંદ પરિવારોને લગ્ન પ્રસંગે આર્થિક સહયોગ પૂરો પાડતી સરકારની કલ્યાણકારી યોજના

સમાજના છેવાડાના અને વંચિત વર્ગોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ખાસ કરીને દીકરીના લગ્ન જેવા મહત્વના પ્રસંગે પરિવાર પર સામાજિક અને આર્થિક બોજને હળવો કરી શકાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલી કુંવરબાઈનું મામેરુ યોજના અનેક પરિવારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ખાખરેચી ગામના સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની દીકરી વર્ષાબેન પરમાર માટે આ યોજના સામાજિક સુરક્ષાનું ઉદાહરણ બની છે.

તેમણે જણાવ્યું હતું કે, “પિતા પરિવારમાં એકમાત્ર કમાવનાર વ્યક્તિ છે તેનાથી તેમનું ગુજરાન ચાલે છે. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મારા લગ્ન પ્રસંગનું ખર્ચ કરવામાં મુશ્કેલીઓ આવી હતી. મધ્યમ આર્થિક સ્થિતિના કારણે લગ્ન ખર્ચને પહોંચી વળવા અમારા પરિવારને કુંવરબાઈનું મામેરુ યોજનાનો ટેકો મળ્યો હતો”.

આ આર્થિક મદદ બદલ ખુશી વ્યક્ત કરતા વર્ષાબેન પરમારે સમાજના છેવાડાના અને વંચિત વર્ગોના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સરકારશ્રીનો આભાર માન્યો હતો.

લગ્ન નોંધણી કરાવ્યા બાદ વર્ષાબેનને ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન જરૂરી સાધન કાગળો અપલોડ કરીને અરજી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા ચકાસણી કરી અરજી મંજૂર કરતા રૂ.૧૨,૦૦૦ની સીધી સહાય મળી હતી.

 

નોંધનીય છે કે કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ અનુસૂચિત જાતિની પુખ્ત વયની કન્યા ના લગ્ન પ્રસંગે રૂ.૧૨,૦૦૦ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. વાર્ષિક રૂપિયા ૬.લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા ગુજરાતના મૂળ વતની પરિવારની મહત્તમ બે કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ માટે લગ્નના બે વર્ષની અંદર આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહે છે.

સરકારની આ યોજના હેઠળ આજે વર્ષાબેન જેવી ગુજરાતની અનેક દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે `કુંવરબાઈનું મામેરુ’જેવી કલ્યાણકારી યોજનાઓ થકી નાગરિકોને સીધો લાભ પહોંચી શક્યો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો