ચોટીલાના વડાળીની સીમમાંથી 8.04 લાખનો લીલો ગાંજો ઝડપાયો: SOG એ 50 છોડ સાથે ખેડૂતને દબોચ્યો

તા.23/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

અંદાજે 16 કિલો 90 ગ્રામથી વધુનો મુદ્દામાલ કબજે: આણંદપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાંથી નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા અને NDPS એક્ટ હેઠળના ગુનાઓ શોધી કાઢી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ઈન્સપેક્ટર વાય. પી. પટેલ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા તાલુકાના વડાળી ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસઓજીના પી.આઈ. વાય. પી. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોટીલા તાલુકાના વડાળી ગામે રહેતો પાંચાભાઈ નાથાભાઈ મેણીયા પોતાની કબ્જા ભોગવટાની વાડીમાં કોઈ પણ જાતની પાસ કે પરમિટ વગર વેચાણ કરવાના ઈરાદાથી ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યો છે. આ બાતમીની ખરાઈ કરીને એસઓજીના એએસઆઈ અનિરુદ્ધસિંહ, અસલમખાન, હિતેશકુમાર, હરદેવસિંહ પરમાર, વિજયસિંહ રથવી, મીતભાઈ, દિલિપભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા વડાળી ગામની સીમમાં આવેલી વાડીમાં સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાડીમાંથી ગેરકાયદેસર રીતે વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ નંગ-૫૦ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ૧૬ કિલો અને ૯૦ ગ્રામ વજન ધરાવતો લીલો ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. ૮,૦૪,૫૦૦ થાય છે, તે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગેરકાયદેસર વાવેતર કરનાર આરોપી પાંચાભાઈ નાથાભાઈ મેણીયા રહે. વડાળી, ચોટીલાની સ્થળ પરથી જ ધોરણસર અટકાયત કરવામાં આવી હતી. SOG ટીમે ઝડપાયેલા આરોપી સામે આણંદપુર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરતો હતો અને તૈયાર થયેલો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો