ગાદી સંસ્થા ના વડા આચાર્ય મહારાજે ભુજ ના યુવક નું સન્માન કર્યું, કીમતી તબીબી પુસ્તકો આપ્યા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૩ ઓક્ટોબર : ધર્મ ની સાથે શિક્ષણ અને સામાજિક કર્યો ને એટલુંજ મહત્વ આપતા મણીનગર અમદાવાદના સ્વામીનારાયણ ગાડી સંસ્થાન જેના મૂળ કચ્છ માં છે તેના વડા આચાર્ય જીતેન્દ્ર પ્રિય દાસજી મહારાજ જેઓ હાલે મહંત સ્વામી ભગવત પ્રસાદ અને અન્ય ગણમાન્ય સંતો સાથે કચ્છ ના પ્રવાસે છે તેમણે ભુજ દરબારગઢ મંદિર ખાતે ગુરુવાર સાંજે ભુજના પ્રતિભા સમ્પન યુવક અને વિશ્વ વિજેતા પાવર લિફ્ટર ૨૧ વર્ષીય એકલા વત્સલ મહેશ્વરીનું વિશેષ સન્માન કર્યું હતું અને તેમને કીમતી તબીબી પુસ્તોકો ભેટ આપ્યા હતા.મહંત ભાગવત પ્રસાદજી ની ખાસ ઉપસ્થિતિ મેં આચાર્ય મહારાજે અર્ષી વચન આપતા જણાવ્યું વત્સલ ની એટલી નાની ઉમરે શરીર કૌશલ્ય માં સિદ્ધિ અનન્ય છે અને એ જાણી ખુશી વ્યકત કરી હતી કે ગાદી સંસ્થા ને તબીબી પુસ્તોકો ની ભેટ ને કારણે વત્સલ એક પછી એક રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષા ના સંશોધન પ્રકાશનો માં ફીઝીઓથેરાપી ને લગતા સંશોધનો પ્રકાશિત કરી કરી કચ્છ નું નામ રોશન કરી રહ્યા છે.ગત માસમાં દિલ્લી ના યાશોભૂમી કન્વેન્શન સેન્ટર ખાતે વિશ્વ ના દસ હજાર ફીસીઓથેરાપીસ્ટ ની હાજરી વાળા વર્લ્ડ ફીઝીઓથેરાપી કોન્ફેરેન્સ માં તેમનું સંશોધન પપેર રજુ કરનાર વત્સલ એક માત્ર વિદ્યાર્થી હતા.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો