નસવાડી પબ્લિક પ્રાયમરી સ્કૂલમાં આર્ટ એન્ડ કલ્ચર એક્ઝિબિશન યોજાયું.

મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી પબ્લિક પ્રાયમરી સ્કૂલ દ્વારા શાળામાં આર્ટ એન્ડ કલ્ચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં દિવાળીના તહેવાર દરમિયાન ઉપયોગમાં આવતી વિવિધ સામગ્રી રજૂ કરવામાં આવી હતી.જયારે વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક આવડત અને સર્જનાત્મકતાના માધ્યમથી દિવાળીમાં કામ લાગતી વિવિધ વસ્તુઓ તૈયાર કરી પ્રદર્શિત કરી હતી. આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ, કલા પ્રત્યેનો રસ અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યેની સમજને પ્રોત્સાહન આપવાનો હતો.આવા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વ્યવહારુ જ્ઞાન મેળવવાની અને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળે છે.

 

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો