વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી :- ભુજ કચ્છ.
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ દ્વારા અનુરોધ.
ભુજ,તા-૨૮ ઓક્ટોબર : કચ્છ જિલ્લાની મોટરિંગ પબ્લિક અને વાહન માલિકોની સુવિધા માટે ભુજની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન આવતી જાહેર રજાઓમાં કચેરી બંધ રહેવાની હોવાથી અરજદારોને લાયસન્સ સંબંધિત કામગીરીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગામી તા.૩૧/૧૦/૨૦૨૬ અને તા.૦૧/૧૧/૨૦૨૬ ના જાહેર રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી ભુજ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવનાર છે. આથી, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છુક અરજદારો આ બંને જાહેર રજાના દિવસો માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને પોતાનો ડ્રાઇવિંગ ટેસ્ટ સરળતાથી આપી શકશે. અરજદારો અને વાહન માલિકોને આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.









