MORBI:મોરબીની શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ ખાતે ‘કોમ્યુટર પ્રોગ્રામર’ની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ તા. ૮ નવેમ્બર સુધી અરજી કરી શકાશે

અનુબંધમ પોર્ટલ પર જોબ આઇડી નંબર: 315742108 દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે; ૨૦ થી ૩૫ વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ
મોરબીની શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ દ્વારા કોમ્યુટર મુખ્ય વિષય સાથે સ્નાતક અથવા એમ.સી.એ./એમ.એસ.સી. (આઈ.ટી.) ની લાયકાત ધરાવતા યુવા ઉમેદવારો માટે ‘કોમ્યુટર પ્રોગ્રામર’ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકૃત ‘અનુબંધમ પોર્ટલ’ પર જોબ આઇડી નંબર: 315742108 થી આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા ૨૦ થી ૩૫ વર્ષ સુધીની નિયત કરવામાં આવી છે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ આગામી તા. ૦૮-૧૧-૨૦૨૬ સુધીમાં અનુબંધમ પોર્ટલ – https://anubandham.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી અંગેની વધુ વિગતવાર માહિતી સબંધિત પોર્ટલ પરથી મેળવી લેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.












