WAKANER વાંકાનેર તીથવા ગામે શંકર ભગવાનના મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૫ ઝડપાયા

WAKANER વાંકાનેર તીથવા ગામે શંકર ભગવાનના મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૫ ઝડપાયા, રૂ. ૧૮,૩૦૦ રોકડા જપ્ત

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ખુલ્લામાં જુગાર રમતા પાંચ શખ્સોને તાલુકા પોલીસે બાતમીના આધારે રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન તીથવા ગામના કુબા વિસ્તારમાં આવેલ શંકર ભગવાનના મંદિર પાસે વડના ઝાડ નીચે કેટલાક ઇસમો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા પાંચેય ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ:મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા ,પરસોત્તમભાઈ સામતભાઈ વિરસોડિયા ,શંભુભાઈ રામજીભાઈ વિરસોડિયા ,રોહિતભાઈ દીપકભાઈ વજેવાડીયા ,વિજયભાઈ કેશુભાઈ વીરસોડિયા (તમામ રહે. તીથવા, તા. વાંકાનેર)

પોલીસે ઘટનાસ્થળેથી ગંજparts અને રોકડા રૂ. ૧૮,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

17
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો