MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલહવાલે
મોરબી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પરપ્રાંતીય દારૂના વેપાર પર અંકુશ મેળવવા માટે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર પટેલ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અવારનવાર પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા એક ઈસમ સામે ‘પાસા’ (PASA) હેઠળ કડક પ્રપોઝલ તૈયાર કરી તેને જેલભેગો કર્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી શનાળા બાયપાસ, GEB સામે, તુલસીપાર્કમાં રહેતો હિન્દુભાઇ મોહનભાઇ ઉર્ફે મેપાભાઇ બાંભવા/ભરવાડ (ઉં.વ.૩૧) અવારનવાર પરપ્રાંતીય દારૂના ગુનાઓમાં પકડાયેલ છે. આ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે મોરબી સીટી એ ડિવિઝન પો.ઇન્સ. શ્રી વાય.બી.જાડેજા દ્વારા તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ પ્રપોઝલને મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને પાસાનું વોરંટ ઇશ્યુ કરાયું હતું. વોરંટ મળતા જ પોલીસે મજકુર ઈસમ હિન્દુભાઈ ભરવાડની અટકાયત કરી, પાસા વોરંટની બજવણી કરીને તેને જીલ્લા જેલ જૂનાગઢ ખાતે મોકલી આપ્યો છે.








