શેરપુરા કાંસા પ્રાથમિક શાળા ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..

       શેરપુરા કાંસા પ્રાથમિક શાળા ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
         ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે સરસ્વતી તાલુકાની શેરપુરા કાંસા પ્રા.શાળામાં ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ શાળા આચાર્ય નરેશભાઈ પી. પ્રજાપતિના પ્રેરણાથી શિક્ષક જીગ્નેશભાઈ પટેલ,પ્રિતેશભાઈ પટેલ,વંદનાબેન ચૌહાણ, જનકભાઈ સોલંકીના કુશળ માર્ગદર્શન હેઠળ ‘શિક્ષક દિન’ ની ઉત્સાહભેર ભવ્યઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસનું મુખ્ય આકર્ષણ એ હતું કે શાળાના સંચાલનની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓએ સંભાળી હતી. આ આયોજન અંતર્ગત શાળા ના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાં આચાર્ય તરીકે ઠાકોર રિયાબેન લેબુજી, ઉપાચાર્ય ઠાકોર દિલીપજી પ્રવીણજી,શિક્ષકગણમા આશાબેન એલ.ઠાકોર, નીરૂબેન એલ.ઠાકોર, જાગૃતિબેન એસ.ઠાકોર, રીના આર.ઠાકોર,સેજલ આર. ઠાકોર,નિકિતા જે.ઠાકોર, કરણજી જી.ઠાકોર,વિજય એસ. ઠાકોર, હિરલ વી. ઠાકોર, રોશની બી. ઠાકોર, દર્શનજી જે. ઠાકોર, રિયા એસ. ઠાકોરસહીત દરેક વિદ્યાર્થીઓએ શાળાના તમામ સ્તરોના કર્મચારીઓની ભૂમિકા ખૂબ જ ગંભીરતા અને નિષ્ઠાપૂર્વક ભજવી હતી. આચાર્યની ભૂમિકા શાળાના વહીવટ અને શિસ્ત જાળવવા માટે એક તેજસ્વી વિદ્યાર્થીએ આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી હતી.વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોના શિક્ષકો બનીને વર્ગ ખંડોમાં જઈ ખૂબ જ રસપ્રદ શૈલીમાં શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું.  અર્જુનજી આર. ઠાકોર અને હાર્દિક બી. ઠાકોરે સેવકની ભૂમિકા ભજવીને સમયસર બેલ (ઘંટ) વગાડવો અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ સંભાળી હતી. દિવસ દરમ્યાનની કામગીરી અને શિસ્ત આજની સમગ્ર શાળાનું સંચાલન વિદ્યાર્થી સંચાલિત હોવા છતાં,શાળા માં અદ્ભુત શિસ્ત અને વ્યવસ્થા જોવા મળી હતી. ‘બાલ-શિક્ષકો’ એ પૂર્વ તૈયારી સાથે વર્ગોમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા, જેનાથી તેમનામાં નેતૃત્વ અને વક્તૃત્વના ગુણોનો વિકાસ થયેલો જોવા મળ્યો હતો. શાળાની દૈનિક પ્રવૃત્તિઓ, પ્રાર્થના સભા અને શૈક્ષણિક તાસનું સંચાલન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે થયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની આ જવાબદારી અત્યંત સારી રીતે નિભાવીને સૌના દિલ જીતી લીધા હતા.સમાપન અને પ્રોત્સાહન શાળા સમયના અંતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મૂળ આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓની આ સુંદર કામગીરી,શિસ્ત અને વ્યવસ્થાપનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે શિક્ષકનું કાર્ય કેટલું જવાબદારી પૂર્વકનું હોય છે.સમગ્ર શાળા પરિવાર માટે આજનો દિવસ અત્યંત આનંદદાયક, પ્રેરણાદાયી અને સફળ રહ્યો હતો.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530
23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો