નવસારી મનપાની એપ્રેન્ટિસ ઉમેદવારો માટે અગત્યની સૂચના: ઇન્ટરવ્યુની તારીખ હજુ નક્કી કરાઈ નથી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની ભરતી અંગે અગાઉ પ્રસિદ્ધ કરાયેલી જાહેરાતને લઈને ઉમેદવારોમાં ઇન્ટરવ્યૂની તારીખ અંગે મૂંઝવણ ઊભી થઈ હતી. આ અંગે મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ માટે હાલ સુધી ઇન્ટરવ્યૂની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ તાલીમાર્થીની ભરતી પ્રક્રિયા અંતર્ગત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ/ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ, સમય અને સ્થળ અંગેની સત્તાવાર માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. મહાનગરપાલિકાએ ઉમેદવારોને ખાસ અપીલ કરી છે કે ઇન્ટરવ્યૂની તારીખ અંગે સોશિયલ મીડિયા, વોટ્સએપ કે અન્ય કોઈ અનધિકૃત માધ્યમથી મળતી અફવા કે માહિતી પર વિશ્વાસ ન કરવો. ઇન્ટરવ્યૂની તારીખ નક્કી થયા બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરનોટિસ/સૂચના મારફતે જાણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી મહાનગરપાલિકાની એપ્રેન્ટિસ ભરતી-2026 માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2026, રાત્રે 11 વાગ્યા સુધી હતી. ઇન્ટરવ્યૂની તારીખ અંગે હાલમાં કોઈ તારીખ નક્કી કરાઈ નથી; તારીખ નક્કી થયા બાદ જ સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો