ડાંગ: વઘઇ અને સાપુતારા પોલીસ સ્ટેશનના રૂ. ૯.૮૭ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જેના ભાગરૂપે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ તથા ડાંગ આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઇ અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જપ્ત કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.નામદાર કોર્ટના હુકમ અનુસાર તા. ૦૯/૦૯/૨૦૨૬ ના રોજ વઘઇ અને સાપુતારા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનાઓનો દારૂનો જથ્થો નિયમોનુસાર નષ્ટ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં વઘઇ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા કુલ ૧૬ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ વિવિધ બ્રાન્ડની ૧,૫૧૩ બોટલ/ટીન (કિંમત રૂ. ૨,૯૦,૯૦૨/-) તથા સાપુતારા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાનના ૧૩ ગુનાઓમાં જપ્ત કરાયેલ ૪,૬૦૦ બોટલ/ટીન (કિંમત રૂ. ૬,૯૬,૬૫૬/-) મળીને કુલ રૂ. ૯.૮૭ લાખથી વધુની કિંમતના મુદ્દામાલમાંથી કાયદા મુજબ જરૂરી સેમ્પલ અલગ રાખી બાકીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.  આ સમગ્ર દારૂ નાશની કામગીરી આહવા-ડાંગના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ યુ.વી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી, નશાબંધી અને આબકારી અધિક્ષક એ.એસ. પટેલ, વઘઇના મામલતદાર  એ.જે. ચૌહાણ, વઘઇ પી.આઈ.  એ.એ. ચાવડા તથા સાપુતારા પી.આઈ. જે.કે. બારીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિયત સ્થળે લઈ જઈને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી..

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો