MORBI:મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતી ૯ મહિલા સહિત ૧૦ શખ્સો ઝડપાયા
મોરબી:શહેરના વાવડી રોડ પર આવેલી ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.-૩ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૯ મહિલાઓ સહિત કુલ ૧૦ વ્યક્તિઓને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૨૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ન્યુ ગાયત્રી સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેર જગ્યા પર કુંડાળું વળીને પૈસાની હાર-જીતનો જુગાર રમતા ૧૦ ઈસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓની યાદી:ચંદ્રકલાબેન હરીશચંદ્ર રામકીશન જાદવ (રહે. સિધ્ધીવિનાયક શેરી નં-૩, મોરબી)વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત (રહે. રવાપર ગામ, મોરબી)ગીતાબેન હકાભાઈ સુરેલા (રહે. ન્યુ ગાયત્રી સોસાયટી, મોરબી)રીનાબેન આશીષભાઈ મકવાણા (રહે. ન્યુ ગાયત્રી સોસાયટી, મોરબી)ભુમીબેન ઉર્ફે દિવ્યાબેન જયેશભાઈ પટેલ (રહે. સિધ્ધીવિનાયક સોસાયટી, નાની વાવડી, મોરબી)શિતલબેન ઉપેનભાઈ ગોવાણી (રહે. ન્યુ ગાયત્રી સોસાયટી, મોરબી)કાજલબેન દીપકભાઈ ચોટલીયા (રહે. ખોડીયાર ડેરી પાસે, ન્યુ ગાયત્રી નગર, વાવડી ગામ)જયશ્રીબેન હરપાલભાઈ જોષી (રહે. ન્યુ ગાયત્રી નગર-૩, વાવડી, મોરબી)અંસોયાબેન ઉર્ફે હશીબેન હર્ષદભાઈ ઉર્ફે હરેશભાઈ ભટ્ટાસણા (રહે. સિધ્ધી વિનાયક સોસાયટી, વાવડી, મોરબી)સવિતાબેન શાંતિલાલભાઇ મનાણી (રહે. ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં-૩, વાવડી, મોરબી)
પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૨૪,૪૦૦ જપ્ત કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. જાહેરમાં મહિલાઓ મોટી સંખ્યામાં જુગાર રમતા પકડાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.










